Abhayam News
AbhayamGujaratNewsPolitics

ડિસેમ્બરમાં ગુજરાતને નવા પ્રોજેક્ટો ભેટ મળશે

New projects will be gifted to Gujarat in December

ડિસેમ્બરમાં ગુજરાતને નવા પ્રોજેક્ટો ભેટ મળશે ગુજરાતને આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવા 4 ડ્રીમ પ્રોજેક્ટની ભેટ મળી શકે છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં 4 મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેમાં દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સ લગભગ તૈયાર છે. હવે આ ચારેય પ્રોજેક્ટ આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ખુલ્લા મૂકવામાં આવે તેવી સંભાવના છે. 

ડિસેમ્બરમાં ગુજરાતને નવા પ્રોજેક્ટો ભેટ મળશે

New projects will be gifted to Gujarat in December

દ્વારકાનો સિગ્નેચર બ્રિજ 
ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. મહત્વનું છે કે, અત્યાર સુધી બેટ દ્વારકા જવા માટે દર્શનાર્થીઓને હોડીમાં બેસીને જવું પડતું હતું. જોકે હવે કરોડોના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થતાં લોકો આ બ્રિજથી કાર કે અન્ય વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકશે. 

સુરત ડાયમંડ બુર્સ 
ડાયમંડ નગરી ગણાતી સુરતમાં બનેલ ડાયમંડ બુર્સએ ન માત્ર સુરત પરંતુ આખા ગુજરાતની શાન બની રહેશે. વિગતો મુજબ અમેરિકાના ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન કરતાં ય આ ડાયમંડ બુર્સ એ મોટી ઇમારત છે. અહીં વિશ્વભરના હીરાના ખરીદદારો આવશે જેના પરિણામે આયાત-નિકાસ જ નહીં વેપારને પણ વેગ મળશે. 

New projects will be gifted to Gujarat in December

સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ
મેગા સિટી અમદાવાદમાં 350 કરોડના ખર્ચે થયેલ થઈ રહેલ સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં હોટલ-રેસ્ટોરન્ટ, મોલ અને ટેરેસ ગાર્ડન જેવી અનેક સુવિધાઓ છે. અહીંથી BRTS, મેટ્રો, રેલની મુસાફરી કરી શકાશે. આ સાથે 1200 વાહનો પાર્ક થઈ જાય તેવું પાર્કિંગ પણ બનાવાયું છે. 

રાજકોટ એઈમ્સનું કામ પૂર્ણતાના આરે 
આ સાથે રાજકોટમાં તૈયાર થઈ રહેલ એઇમ્સનું કામ પણ હવે પૂર્ણ થવા આવ્યું છે. મહત્વનું છે કે, આ ચારેય મહત્વનના પ્રોજેક્ટનું ડિસેમ્બરના અંત સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

કેટલુ ભણેલા છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા??

Vivek Radadiya

શહેરના મોટા બ્રિજ પર ગાબડા પડતાં પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે ઉઠાવ્યા સવાલો

Vivek Radadiya

સુરતનું આ યુવક મંડળ સતત 32 વર્ષથી રક્તદાન કરીને 125મો કેમ્પ યોજ્યો…

Abhayam