Abhayam News
AbhayamGujarat

નવી કાર ખરીદ્યાં બાદ ક્યારેય ન કરતા આ 5 ભૂલ, નહીં તો ભોગવવું પડશે નુકસાન

મોટાભાગે નવી કાર ખરીદ્યા બાદ અજાણતા જ લોકો એવી ભુલો કરી બેસે છે કે તેના કારણે કારને મોટુ નુકસાન થવાનો ખતરો રહે છે. આ ભુલો કઈ છે આવો જાણીએ..

સામાન્ય રીતે નવી કારને ખરીદતી વખતે આપણે ઘણી વખત એવી ભુલો કરી દઈએ છીએ દેના કારણે એન્જિનને મોટુ નુકસાન થવાનો ખતરો વધી જાય છે. એવામાં અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી મોટા ખર્ચાથી બચી શકાય. 

વધારે લાંબી યાત્રા ન કરો
જો તમે હાલમાં નવી કાર ખરીદી છે તો પ્રયત્ન કરો શરૂઆતમાં વધારે લાંબી યાત્રા ન કરો. હકીકતે કારનું એન્જિન નવું હોય છે તો એવામાં ઓછી યાત્રા કરવાથી એન્જિનને સારી રીતે ટ્યૂન થવાનો મોકો મળી જાય છે. ત્યાં જ લાંબી યાત્રાના કારણે એન્જિર પર વધારે દબાણ પડી શકે છે જેનાથી મુશ્કેલી થઈ શકે છે. માટે પ્રયત્ન કરો કે પહેલી સર્વિસ બાદ જ કારથી લાંબી યાત્રા કરો. 

ઓવર લોડિંગ ન કરો 
આમ તો કોઈ પણ કામમાં ક્ષમતા કરતા વધારે ભાર ન રાખવો જોઈએ. પરંતુ જો તમારી કાર નવી છે તો પણ વધારે સાવધાની રાખવાની જરૂર છે. નવી કારમાં વધારે સામાન રાખવાથી વધારો લોડ સીધો એન્જિન પર આવે છે. જેનાથી એન્જિનમાં મુશ્કેલી આવી શકે છે. 

ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ ઓછો કરો
નવી કારમાં કંપનીઓની તરફથી ઘણા સારા ફિચર્ચ આપવામાં આવે છે. આ ફિચર્સમાં એક ફિચર ક્રૂઝ કંટ્રોલ હોય છે. જો તમારી કાર નવી છે અને મેનુઅલ છે તો અમુક સમય માટે તેનો ઉપયોગ ઓછો કરો. 

કારણ કે વધારે આ ફિચરનો ઉપયોગ લાંબી યાત્રા હાઈવે પર કરવાના સમયે કરવામાં આવે છે. ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ જો તમે કરો છો તો તમને લાંબા સમય સુધી કારની સ્પીડ મેઈન્ટેઈન કરવાની રહે છે. જે નવા એન્જિન માટે ઘાતક સાબિત થઈ શકે છે. 

મેનુઅલને વાંચો 
નવી કાર ખરીદ્યા બાદ તેને ચલાવતા પહેલા આપણે વધારે વિચારતા નથી. સાથે જ ક્યારેક ક્યારેક કારના મેનુઅલને વાંચતા પણ નથી. દરેક કારમાં અમુક અલગ પ્રકારના ફિચર્સ અને ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવે છે. માટે જરૂરી છે કે કારને ખરીદ્યા બાદ તેના મેનુઅલને સારી રીતે વાંચો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત:-ભાજપના પુર્વ કોર્પોરેટરનો પુત્ર એકસપાયરી ડેટના રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારી કરતા પકડાયો…..

Abhayam

સુરત સચિન GIDC  પોલીસે 7 કર્મચારી ગુમ હોવાની વાત છુપાવી

Vivek Radadiya

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી DyCM મનીષ સીસોદીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા..

Abhayam