Abhayam News
AbhayamGujaratNews

પાટણમાં બની રહેલા ખોડલધામના ભૂમિપૂજનની તમામ તૈયારીઓ પૂર્ણ, કૃષિ સંશોધન કેન્દ્રથી લઈને હોસ્પિટલ સુધીની મળશે સુવિધા

પાટણના સંડેર ગામે ખોડલધામ સંકુલ બનવા જઈ રહ્યું છે જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. એટલે કે આવનાર 22 ઓકટબરના રોજ સડેર ખાતે ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન થવાનું છે જેની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

22 ઓકટબરના રોજ સડેર ખાતે ભૂમિપૂજન કરવામાં આવશે

પાટણના સંડેર ગામે ખોડલધામ સંકુલ બનવા જઈ રહ્યું છે જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. એટલે કે આવનાર 22 ઓકટબરના રોજ સડેર ખાતે ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન થવાનું છે જેની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

ખોડલધામ કાગવડ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં જુદા જુદા ઝોનમાં કુલ પાંચ સંકુલ બનાવી ધાર્મિકતાની સાથે સાથે શૈક્ષણિક આરોગ્ય કૃષિ સહિતના ક્ષેત્રમાં લોકો ઉપયોગી કાર્યો થઈ શકે તે હેતુથી ખોડલધામનો વ્યાપ વધારવાનો સંકલ્પ ચેરમેન નરેશ પટેલ સહિત ટ્રસ્ટીઓએ કર્યો છે. ત્યારે ઉત્તર ગુજરાત ઝોનનું પ્રથમ સંકુલ પાટણના સંડેર ખાતે આકાર પામવા જઈ રહ્યું છે ત્યારે તારીખ 22 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત સાધુ સંતો મંત્રીઓ ધારાસભ્યો રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સંકુલનું ભૂમિ પૂજન સમારોહ યોજાશે.

ઉત્તર ગુજરાતના પાટણના સંડેર ખાતે ખોડલ ધામ સંકુલના ભમીપૂજનની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. સંડેર ખાતે લગભગ 100 કરોડના ખર્ચે અને આશરે 60 થી 70 વીઘા વિસ્તારમાં ખોડલધામ સંકુલ બનવા જઈ રહ્યું છે. સંડેર ખાતે નિર્માણ થવા જઈ રહેલ ખોડલધામ સંકુલની વાત કરીએ તો આ સંકુલમાં કૃષિ સંશોધન કેન્દ્ર બનશે જેના લીધે આ વિસ્તારના ખેડૂતોને ખેતી લક્ષી માહિતી પ્રાપ્ત થશે. હોસ્પિટલ બનશે જેના કારણે નજીકના લોકોને આરોગ્ય લક્ષી સુવિધા ઝડપી અને સરળતા રીતે પ્રાપ્ત થશે. શિક્ષિત યુવાનો સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ટ્રેનિંગ સેન્ટર તેમજ ખોડિયાર માતાનું મંદિરનું નિર્માણ થશે.

રક્તદાન કેમ્પ યોજાશે

ખોડલધામના ભૂમિ પૂજન સમારોહ દરમિયાન મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા યુવા ભાઈ બહેનોને મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી એકતા શક્તિ અને ભક્તિના સમન્વયે સાથે માનવતાના આ મહાયજ્ઞમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

જાણો કોણ કઈ બાબતની જવાબદારી સંભાળશે

પાંચ ગામ લેઉવા પાટીદાર મહીલા મંડળ દ્વારા ભોજન વ્યવસ્થા સંભાળશે

સોળગામ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા છાસની વ્યવસ્થા સંભાળશે.

2000 સ્વયંસેવક આપશે સેવા

બેંતાલીસ લેઉવા યુવા સંગઠન, પાટણના 300 સ્વયંસેવકો પાર્કિંગ વ્યવસ્થા સંભાળશે 

બેંતાલીસ લેઉવા પાટીદાર મહિલા સંગઠન,પાટણની 250 સ્વયંસેવિકા બહેનો મંડપની બેઠક વ્યવસ્થા સંભાળશે

અડીયા ગામના 200 યુવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન સમગ્ર કાર્યક્રમ માં કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

 “આપ”ની મુશ્કેલીમાં વધારો

Vivek Radadiya

લોકસભા ચૂંટણી પહેલા એક્શનમાં આવી પાર્ટી

Vivek Radadiya

ગુજરાતમાં અગામી 2 દિવસ પડશે વરસાદ, જાણો ક્યા દિવસે ક્યાં પડશે વરસાદ…

Abhayam