Abhayam News
AbhayamGujaratPolitics

ગુજરાત સરકારે આ સેક્ટરમાં 3000 કરોડના MoU કર્યા, સંભવિત 9000 રોજગારીની તકોનું સર્જન થશે, જાણો વિગત

ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, એન્જીનીયરીંગ તેમજ ઓટો સેક્ટર માટે કુલ-3 MoU દ્વારા રૂ. 3000 કરોડનું સંભવિત રોકાણ આવશે: વધુ 9000 રોજગારીની તકોનું સર્જન થશે

  • VGGSની 10મી આવૃત્તિના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં MoU થયાં
  • રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેની દસમી કડીમાં વધુ ત્રણ MoU થયાં
  • 39 MOU દ્વારા કુલ 65,000થી વધુ સંભવિત રોજગાર અવસર મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તાજેતરમાં જ રાજ્ય સરકારે જેની સફળતાના 20 વર્ષની સમિટ ઑફ સક્સેસ તરીકે ઉજવણી કરી છે તે વાઇબ્રન્ટ ગુજરાત  ગ્લોબલ સમિટને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે  બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. આ હેતુસર વાયબ્રન્‍ટ સમિટ-2024નાં પૂર્વાર્ધરૂપે જુલાઈ-2023થી પ્રતિ સપ્તાહે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે MoU સાઈનીંગ ઉપક્રમની કડી મુખ્યમંત્રીની પ્રેરણાથી યોજવામાં આવે છે.  આ ઉપક્રમના દસમાં તબક્કામાં બુધવાર તા.18 ઑક્ટોબરે ટેક્ષટાઇલ, એન્જીનીયરીંગ, ઓટો અને ઇલેક્ટ્રિક વાહન ક્લસ્ટર તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની સ્થાપના  માટે રૂ. 3,000 કરોડથી વધુના રોકાણો માટે ત્રણ MoU થયા છે. તેનાથી સંભવિત 9,000 જેટલી રોજગારીની તકોના અવસર ઊભા થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્વાયત એજન્સી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર ‘ઇન-સ્પેસ’અને ગુજરાત સરકાર વચ્ચે સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવા માટે MoU કરવામાં આવ્યા. આ MoU અંતર્ગત ‘ઇન-સ્પેસ’ આ ક્લસ્ટરમાં સ્પેસ ટેકનોલોજીના સાધનોને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ એકમો-ઉદ્યોગો શરૂ કરવા માટે પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડશે તેમજ અમદાવાદ ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2035 સુધીમાં સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનના આપેલા લક્ષ્યાંકમાં ગુજરાત યોગદાન આપવા સજ્જ છે તેમ જણાવીને આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર દ્વારા જમીન તેમજ સ્પેસ અને સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

5,000 જેટલી રોજગારી પ્રાપ્ત થશે
આ યુનિટ વર્ષ 2024માં કાર્યરત થતા 5,000 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. અમદાવાદના દસક્રોઈ તાલુકાના મહીજડા ગામે ટેક્ષટાઈલ પાર્ક કાર્યરત કરવા માટે રૂપમ ઇકોગ્રીન ટેક્ષટાઇલ પાર્ક રૂ.500 કરોડનું રોકાણ કરશે તથા અંદાજે 2,500 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ ઓક્ટોબર-2024 સુધીમાં કાર્યરત થશે. ઉલ્લેખનીય છે કે, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ તથા અમદાવાદ વિસ્તારમાં પહેલો ખાનગી ZLD-CETP ધરાવતો પાર્ક બનશે.
 
સોલાર એનર્જી અને રિન્યુએબલ એનર્જી પાર્ક
આ ઉપરાંત, પિગોટ બિલ્ટકોન પ્રાઇવેટ લિમિટેડ રૂ.500 કરોડના રોકાણ સાથે મહત્તમ સોલાર એનર્જી અને રિન્યુએબલ એનર્જી આધારિત એકમો ધરાવતો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોજપરા ગામે સ્થાપિત થનારા આ પાર્કમાંથી આશરે 1,500 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વર્ષ 2026 સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે. MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકાના કારણે સુગમતાથી ઉદ્યોગ શરૂ કરવા માટે અદભુત વાતાવરણ જોવા મળ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

દિલ્હીની જેમ ગુજરાત સરકારમાં પણ ફેરબદલના સંકેત? જાણો આ મંત્રીઓની વિદાય થઈ શકે છે…

Abhayam

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

Vivek Radadiya

સ્વચ્છ બસ સ્ટેન્ડમાં કચરો નાખી સફાઈ કરવાનું નાટક

Vivek Radadiya