Abhayam News
AbhayamPolitics

આજે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ

Home Minister Amit Shah will present the bill related to Jammu and Kashmir in the Rajya Sabha today

આજે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે બપોરે રાજ્યસભામાં જમ્મુ-કશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 રજૂ કરશે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓ પર પણ આજે નિર્ણય આવવાનો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આજે આ અંગે પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે.

The Supreme Court will give a verdict today on the removal of Article 370 from Jammu and Kashmir

આજે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહીનો છઠ્ઠો દિવસ
આજે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહીનો છઠ્ઠો દિવસ છે. શુક્રવારે કેશ ફોર ક્વેરી કેસમાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સભ્યતા રદ કરવામાં આવી હતી. લોકસભાની એથિક્સ કમિટીએ તેમનું સભ્યપદ સમાપ્ત કરવાની ભલામણ કરી હતી. મહુઆ મુદ્દે ગૃહમાં વિપક્ષ તરફથી હોબાળો પણ થયો હતો. માનવામાં આવે છે કે આજે પણ આ મુદ્દે સંસદમાં હંગામો થઈ શકે છે. 

આજે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ રજૂ કરશે
આજે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બિલ રજૂ કરશે. નોંધનીય છે કે જમ્મુ-કશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 લોકસભામાં પસાર થઈ ચૂક્યા છે.

Know how many changes have come in Jammu and Kashmir in these four years

આ બિલ દ્વારા સરકાર રાજ્યના વિસ્થાપિત એટલે એક કાશ્મીરી પંડિતો માટે બે બેઠકો જેમાંથી એક મહિલા અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના વિસ્થાપિત વ્યક્તિઓ માટે એક બેઠક અનામત રાખવાની જોગવાઈ કરી છે.

કાશ્મીરમાં 45 હજાર લોકોના મોત માટે કલમ 370 જવાબદાર
સાથે જ જમ્મુ-કાશ્મીર પર કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના હુમલાનો લોકસભામાં જડબાતોડ જવાબ આપતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કાશ્મીરમાં 45 હજાર લોકોના મોત માટે કલમ 370 જવાબદાર છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રદ કરવામાં આવી હતી. 

Know how many changes have come in Jammu and Kashmir in these four years

બીજી તરફ 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું, કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ કુલ 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આજે 5 જજોની બેંચ આ મામલે પોતાનો ચુકાદો આપશે. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગુજરાત હાઈકોર્ટ પણ કોરોના કેસ વધતાં એલર્ટ, ચીફ જસ્ટિસે બોલાવી મહત્વની બેઠક…

Abhayam

સુરતઃ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ

Vivek Radadiya

જમ્મૂ કાશ્મીર મુદ્દે મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય 

Vivek Radadiya