હાલ માં જ ફ્લેગ નેશનલ એન્યુલ ઇનોવેટિવ ચેલેન્જ ફ્લેગ મેરેથોન 2020(Flagship national annual innovation challenge flag marathon m 2020 ) નું રાષ્ટ્રીય કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 3500જેટલા ઇનોવેટિવ પ્રોજેક્ટ ની રજૂઆત થઇ હતી. જેમાંથી 300 પ્રોજેક્ટ ની પસંદગી કરવામાં આવી છે.જેમાં જીવનભારતી શાળાના બે ઇનોવેટિવ પ્રોજેક્ટ ની પસંદગી પામ્યા છે.
વિજેતા વિદ્યાર્થીઓને atal innovation mission દ્વારા સ્ટુડન્ટ ઇન્ટરનશીપ પ્રોગ્રામ મો ( SIP) 11 મહિનાનો Bootcamp માં પ્રતિનિધિત્વ કરવાનો લાભ મળશે. શાળાને incubation સેન્ટર ફાળવવામાં આવશે. જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની સ્કીલ ને પણ નિખારી શકશે.
જીવનભારતી શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા હાલ માં જ ઇનોવેટિવ પ્રોજેક્ટ બનવવા આવ્યા હતા.શાળા શિક્ષક અમીબેન નાયક ના માર્ગદર્શન હેઠળ ધોરણ 9,10 અને 11 ના 5 વિદ્યાર્થીઓ એ ઓટોમેટિક ઇરીગેશન સિસ્ટમ અને લેસર સિક્યુરિટી મોડેલ પ્રોજેકટ બનાવી રાષ્ટ્રીય કક્ષા એ મોકલ્યા હતા.જેમાં 1.Automatic Irrigation system નો પ્રોજેકટ આકાંક્ષા ભગત,મોનાલીસા જાદવ ,ઘૃવિતા જરીવાલા એ બનાવ્યો હતો.જ્યારે 2.Laser Security Model અભિ ચાહવાલા,સુજલ ચાહવાલા એ બનાવ્યો હતો. સમગ્ર દેશમાંથી 3500 જેટલા પ્રોજેક્ટ આવ્યા હતા .તેમાંથી 300 પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી હતી .જેમાંથી બે પ્રોજેક્ટ સુરતની જીવનભારતી શાળાના સિલેક્ટ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…