Abhayam News
Abhayam

જુનાગઢમાં ઘાસ ચરતી ગાય પર સિંહે મારી તરાપ

A lion mauled a cow grazing in Junagadh

જુનાગઢમાં ઘાસ ચરતી ગાય પર સિંહે મારી તરાપ સંત, શુરા અને સિંહોની ભૂમિ એટલે સોરઠ ભૂમિ. વર્ષોથી અહીં સિંહોનો વસવાટ રહ્યો છે. પરંતુ ક્રોંક્રીટના જંગલો વધી જતા સિંહોના હવે રહેણાંક વિસ્તારોમાં પણ આંટાફેરા વધ્યા છે. વારંવાર સિંહો જુનાગઢ, ગીરસોમનાથ અને અમરેલીના ગામોમાં શિકારની શોધમાં આવી ચડે છે. આ જ પ્રકારે જુનાગઢમાં એક સિંહ ઘાસ ચરતી ગાયોના ટોળા પર તરાપ મારી હતી. ઘડીના છઠ્ઠા ભાગમાં મોટી છલાંગ લગાવી સિંહ ગાયોના ટોળા વચ્ચે પહોંચી ગયો.

સિંહ છલાંગ લગાવી આંખના પલકારામાં ગાયને ઢસડી ગયો

સિંહે એટલી ઝડપી છલાંગ લગાવી કે ગાયોને ભાગવાનો પણ સમય ન રહ્યો અને સિંહ સિફતતાથી ગાયને ગરદનેથી તેના જડબામાં પકડી ઢસડી ગયો હતો. આ વાયરલ વીડિયો ભેંસાણના કરિયા ગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. સિંહના શિકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જુનાગઢમાં ઘાસ ચરતી ગાય પર સિંહે મારી તરાપ

જુનાગઢમાં સિંહે ઘાસ ચરતી ગાયો પર તરાપ મારી. ઝાડીઓમાં છુપાયેલો સિંહ અચાનક મોટી છલાંગ મારી અને સીધો ઘાસ ચરતી ગાયોની નજીક પહોંચી ગયો અને ચપળતાથી એક ગાયની ગરદન તેના જડબામાં જકડી ઢસડી ગયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહ ઘડીના છઠ્ઠા ભાગમાં જ ગાયનો શિકાર કરીને લઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આ વેબસાઈટ પર જોઈ શકશો GUJCET નું પરિણામ…

Deep Ranpariya

થેલિસિમિયા રોગને અટકાવવા આટલું જરૂર કરો

Vivek Radadiya

31 જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરો જાણો શું છે આ સ્કીમ….

Abhayam