Abhayam News
AbhayamNews

જુઓ ફટાફટ:-એક માતાએ પોતાની છ મહિનાની દીકરીનું માથું ધડથી અલગ કરી નાખ્યું…

B sc પાસ થયેલી અને B ed થયેલી મહિલાએ ભગવાનની મૂર્તિની સામે તેની 6 મહિનાની દીકરીનું ગળું કાપી નાખ્યું હતું. આ મહિલા પુલીસ ઓફિસર બનવા માટે તૈયારી પણ કરી રહી હતી. આ ખબર સામે આવતા લોકોનો આંખો પહોળીને પહોળી જ થઇ રહી હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે આ મહિલાનું બી.ભારતી છે. આ મહિલાની ડીગ્રી જોતા લાગે છે કે તે ખુબ જ ભણેલી ગણેલી છે. ભારતીએ BSC કરીને બીએડની પણ પરીક્ષા આપી હતી અને હાલ તેણી પોલીસની નોકરી માટે તૈયારી કરી રહી છે.

મહિ‌લાના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. થોડા સમય પછી તેનો સંબંધ તૂટી ગયો હતો. બે વર્ષ પહેલાં, તે એક બીજા પુરૂષ સાથે સંબંધમાં આવી હતી, જેમાં એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેના આ સંબંધ પર પણ તેના પરિવારજનોએ ખુબ વાંધો ઉઠાવ્યો હતો.

આ મહિલા પણ પરિવાર જનોના વાંધાથી અને પોતાના જીવનથી ખુબ દુઃખી થઇ હતી, આ કારણોસર મનને શાંત કરવા તેણી યુટ્યુબ પર આધ્યાત્મિક વિડીયો જોતી હતી. આ ઘટના ગઈકાલે ગુરુવારે સર્જાણી હતી. જયારે મહિલાનો પતિ કામાર્થે બહાર ગયો હતો અને પરિવારના બીજા સભ્યો પણ બહાર હતા ત્યારે આ મહિલાએ પોતાની જ દીકરીને ભગવાનની મૃતી સામે રાખીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

જયારે ઘટના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે બાળકી ન દેખાતા મહિલાને બાળકી વિષે પૂછ્યું હતું. જયારે કઈ જવાબ ન મળતા પરિવારજનો બાળકીને શોધખોળ શરુ કરી ત્યારે બાળકીનું માથું ધડથી અલગ થઇ ગયેલું જોયું. આ જોઇને તરત જ પરિવાર પોલીસ સ્ટેશન પહોચ્યો હતો અને પોલીસે તમામ મામલો હાથ ધરી આ મહિલાની ધરપકડ કરી હતી.

Related posts

મહેશભાઈ સવાણીની ઉપવાસ આંદોલનમાં તબિયત લથડી, 108મા લઈ જવાયા….

Abhayam

ફિલ્મ રિલીઝ પહેલા હાઈકોર્ટને આપવા પડશે 8 કરોડ

Vivek Radadiya

નવજોત સિંહ સિદ્ધુ સંભાળશે પંજાબ કોંગ્રેસની કમાન…

Abhayam