Abhayam News
AbhayamSocial Activity

રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ નો 23મો ઇન્સ્ટોલેશન સમારોહ शंखनाद યોજાયો.

રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ નો 23મો ઇન્સ્ટોલેશન સમારોહ शंखनाद યોજાયો.

રોટરેકટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ કે જે વરાછા વિસ્તારમાં તેમજ સમગ્ર સુરત શહેર માં સામાજીક કાર્યક્રમો તેમજ વ્યક્તિત્વ વિકાસ ના કાર્યો કરે છે તેનો 23મો શપથ ગ્રહણ સમારોહ शंखनाद નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે DRR શિવાની શાહ, તેમજ હિમાંશુ બોડાવાલા, કલામંદિર જવેલર્સ માંથી શરદભાઈ શાહ, ચિરાગ જેમ્સ માંથી સુરેશભાઈ તેમજ રોટરી અને ઇનરવહિલ ક્લબના પ્રેસિડેન્ટ-સેક્રેટરી અને મેમ્બર્સ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ માં નવા આવનારા પ્રેસિડેન્ટ તરીકે રો. હિતેશ સભાડિયા અને સેક્રેટરી તરીકે રો. વૈજુલ વિરાણી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ૧૦૦ કરતા પણ વધારે નવા મેમ્બર ને શપથ વિધિ District 3060 ના DRR એવા રો. શિવાની શાહ દ્વારા લેવડાવવામાં આવી હતી.

SMART UNITED FORCE થીમ ને લોંચ કરતા નવનિયુક્ત પ્રેસિડેન્ટ રો.હિતેશ સભાડિયા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવનાર કાર્યો નું આયોજન તેમજ વિઝન આપી ટીમ ના ઉત્સાહ માં વધારો કર્યો હતો.
અને કાર્યક્રમ ના અંતે નવનિયુક્ત સેક્રેટરી રો.વૈજુલ વિરાણી દ્રારા કાર્યક્રમ માં આવનાર દરેક મહેમાન તેમજ મેમ્બરો નો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ માં આવનાર દરેક મહેમાન તેમજ મેમ્બરો નું વેલકમ કીટ આપી અભિવાદન કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમ નું આયોજન ગત વર્ષના પ્રેસિડેન્ટ રો. જયદીપ ગજેરા, સેક્રેટરી રો. વિરલ રાબડિયા તેમજ પ્રોજેકટ ચેરમેન રો.કેવલ પોંકિયા અને રો. રવિન અણઘણ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

ગુજરાતના આ વિસ્તારમાં નવા 14 સબસ્ટેશન બનાવવાની મંત્રી મુકેશ પટેલની જાહેરાત….

Abhayam

માનવ સેવાથી પ્રભુ સેવા આ સંસ્થા લોકો ગાય શ્વાનની કરે છે સેવા

Vivek Radadiya

નકલી ઈમેલ આઈડીની આ રીતે કરો ઓળખ

Vivek Radadiya

Leave a Comment