16th May 2021,
- બ્રિટન બાદ ઇટાલી, ફ્રાન્સ, ગ્રીસ પણ અનલોકના રસ્તે.
- આગામી સપ્તાહ સુધીમાં મોટાભાગના પ્રતિબંધો દૂર થશે.
- સરકાર 17 મેથી બ્રિટનને સંપૂર્ણ રીતે અનલોક કરવાની યોજના.
- મોટાભાગની વસ્તીને વેક્સિનેશન બાદ યુરોપ સંપૂર્ણ અનલોકની સ્થિતિમાં આવી ગયું.
- ઘણા દેશો મુસાફરી પરના પ્રતિબંધોને દૂર કરી રહ્યા.
- મહામારી ફેલાવાની ગતિ પણ ધીમી પડી રહી .
દુનિયાભરમા કોરોના મહામારીનું એપિસેન્ટર અથવા હોટસ્પોટ રહેલું યુરોપ, તે હવે નવા સામાન્ય જન-જીવન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ સાવધાની સાથે. જેમ કે આ દેશોમાં વેક્સિનેશન ઝડપી બન્યું છે, તેમ-તેમ મહામારી ફેલાવાની ગતિ પણ ધીમી પડી રહી છે. ઘણા દેશો મુસાફરી પરના પ્રતિબંધોને દૂર કરી રહ્યા છે. તેમાંથી, મોટાભાગની વસ્તીને વેક્સિનેશન બાદ યુરોપ સંપૂર્ણ અનલોકની સ્થિતિમાં આવી ગયું છે. સરકાર 17 મેથી બ્રિટનને સંપૂર્ણ રીતે અનલોક કરવાની યોજના ધરાવે છે. જો કે નવા વેરિએન્ટના કારણે ચિંતા વધી છે.
યુરોપ વિશે વાત કરીએ તો 30 માંથી 20 દેશો અનલોક થઈ રહ્યા છે. કેટલાક દેશોમાં શરતો સાથે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાથી સૌથી ખરાબ અસરગ્રસ્ત ઇટાલી, સ્પેન અને ફ્રાન્સની હોટલો, રેસ્ટોરાં, પર્યટન સ્થળો અને આંતરરાષ્ટ્રીય મુસાફરી તબક્કાવાર ખોલવામાં આવી રહી છે. મોટા ભાગના દેશોમાં એક અઠવાડિયામાં મુખ્ય પ્રવૃત્તિઓ શરૂ થવાની ધારણા છે.
17 મેથી સંપૂર્ણ અનલોકની તૈયારી
8 માર્ચથી ધીમે ધીમે અનલોક શરૂ કર્યું. વેક્સિનેશન ઝડપી થયું, તો પછી ઝડપી પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા. પબ, બાર ખુલ્યા. 6 લોકોને એક સાથે રહેવાની મંજૂરી. 17 મેથી પૂર્ણ અનલોક શક્ય.
અન્ય સમાચારો પણ છે…
કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું…
સુરતમાં તાઉ-તેનો ખતરો ડુમસ બીચ બંધ કરાયો..
4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની..
પેસેન્જર વિનાની બસ મેઘલ નદીમાં ઉતરી, ડ્રાઈવરનો બચાવ….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે.