Abhayam News
AbhayamNews

જળ એ જ જીવનના રસ્તે ચાલ્યું અમદાવાદ રેલવે ડિવિઝન..

  • જળ એ જ જીવનના રસ્તે ચાલ્યું અમદાવાદ રેલવે ડિવિઝન.
  • અમદાવાદ રેલવે ડિવિઝન બચાવશે ટ્રેન ધોયા બાદ વહી જતુ પાણી.

હાલના સમયમાં જ્યારે પાણીનું મહત્વ ખૂબ જ વધી રહ્યુ છે અને તમામ લોકો પોતાનાથી બનતા પ્રયત્નો પાણીના બચાવ (save water) માટે કરતા હોય છે. ત્યારે ભારતીય રેલ્વે દ્વારા વેસ્ટ વોટરને શુદ્ઘ કરી તેના પુનઃ વપરાશ (water reuse) માટેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ વિચાર હેઠળ અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા શહેરના કાંકરિયા યાર્ડમાં 200 કેએલડી (કિલો લિટર પ્રતિ દિવસ) ની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રીટ થયેલા પાણીનો ઉપયોગ ટ્રેનના કોચ ધોવા માટે કરાશે. 

રોજના 160 કેએલડી ફ્રેશ પાણીની બચત કરાશે
ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફાયટો રેમિડિએશન સિસ્ટમથી પાણી ટ્રીટ કરી રોજના 160 કેએલડી ફ્રેશ પાણીની બચત કરવામાં આવશે. અમદાવાદ માં રોજની 200થી વધુ પેસેન્જર ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. આ તમામ ટ્રેનો અમદાવાદ યાર્ડમાં પહોંચે ત્યારે તેને ધોવામાં આવે છે. આ ટ્રેનો ધોવા માટે રોજ 160 કેએલડીથી વધુ પાણીની જરૂર પડે છે.

ટ્રેન ધોવા વપરાતા પાણીનો રિયુઝ કરાશે
ટ્રેન ધોવા માટે અત્યાર સુધી ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરિણામે એક વાર ટ્રેન ધોયા બાદ પાણી ગટરમાં વહી જતાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતો હતો. પરંતુ પાણીની બચત (water recycling) થાય તેમજ પર્યા‌વરણ પણ જળવાઈ રહે, તે હેતુથી કાંકરીયા યાર્ડમાં જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. રોજના 160 કેએલડી ફ્રેશ પાણીની બચત કરાશે


ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફાયટો રેમિડિએશન સિસ્ટમથી પાણી ટ્રીટ કરી રોજના 160 કેએલડી ફ્રેશ પાણીની બચત કરવામાં આવશે. અમદાવાદ y) માં રોજની 200થી વધુ પેસેન્જર ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. આ તમામ ટ્રેનો અમદાવાદ યાર્ડમાં પહોંચે ત્યારે તેને ધોવામાં આવે છે. આ ટ્રેનો ધોવા માટે રોજ 160 કેએલડીથી વધુ પાણીની જરૂર પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હાર્ટ એટેક આવતાં થયું કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન !

Archita Kakadiya

સુરતમાં 19.8 ડિગ્રી, નલિયામાં 15.4, અમરેલીમાં 19.8 ડિગ્રી

Vivek Radadiya

રાજકોટઃ પાણી પુરવઠા વિભાગનો કર્મચારી લાંચ લેતા પકડાયો…

Abhayam

1 comment

Comments are closed.