Abhayam News
AbhayamNews

પેસેન્જર વિનાની બસ મેઘલ નદીમાં ઉતરી, ડ્રાઈવરનો બચાવ….

  • માળિયામાં બ્રેક ફેઈલ થતા પેસેન્જર વિનાની બસ મેઘલ નદીમાં ઉતરી.
  • ડ્રાઈવરનો બચાવ.
  • જેસીબી અને ક્રેનની મદદથી 10 કલાકની ભારે જહેમત બાદ બસ બહાર નીકળી.
  •  બસ નદીમાં 15 ફૂટ નીચે ઉતરી ગઈ હતી.

માળિયા હાટીના પાસે મેઘલ નદીના મેદાનમાંથી ગઇકાલે ડ્રાઇવરે બસ શરૂ કરતાંજ તે નદીમાં 15 ફૂટ નીચે ઉતરી ગઇ હતી. જોકે, બાદમાં ક્રેઇન અને 12 વ્હીલવાળા ટ્રકની મદદથી તેને બહાર કાઢવામાં આવી હતી. માળિયા હાટીના ગીર દરવાજા પાસે થી બપોરે 4 વાગે નિયમિત રિતે ન્યૂ ભારત ટ્રાવેલ્સની લક્ઝરી બસ દરરોજ સુરત જવા માટે ઉપડે છે. ગીર દરવાજા એટલે મેઘલ નદી પાસેના મેદાનમાં ગઈકાલે 4 વાગે ડ્રાઈવરે બસ સરું કરી કે તરત જ આ બસ નદીમાં 15 ફૂટ નીચે ઉતરી ગઈ હતી.

જો કે બસમાં કોઈ પેસેંન્જર બેઠેલા નહોતા. જ્યારે ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ હેન્ડ બ્રેકના બુંશીંગ ખરાબ થઈ જતાં બસ સીધી નદીમાં ઉતરી ગઈ હતી. ત્યારબાદ ક્રેન તથા જેસીબી અને 12 વ્હીલ વાળા ટ્રકની મદદથી 10 કલાકની જહેમત બાદ બસને નદી નથીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કેન્દ્ર સરકારે બનાવી રેલ્વે માટેની મેગા યોજના

Vivek Radadiya

મહિલાએ લિફ્ટ માંગીને યુવકનું કર્યું અપહરણ, મારમારીને માંગી લાખોની ખંડણી…..

Abhayam

ખંભાતનાં ધારાસભ્ય ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું

Vivek Radadiya