Abhayam News
AbhayamNews

જુઓ ફટાફટ:- મે અને જૂન આમ બે મહિનાઓ માટે કેન્દ્ર સરકાર દેશના 80 કરોડ લોકોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ ફ્રી આપશે…

ગરીબો પ્રત્યે PM નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને અનુરૂપ, ભારત સરકારે અગાઉની ‘પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (PM-GKAY) મુજબ જ રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા કાયદા- નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, 2013 હેઠળ આવરી લેવાયેલા આશરે 80 કરોડ લાભાર્થીઓને મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આગામી બે મહિના માટે એટલે કે મે અને જૂન 2021માં NFSA અનાજ ઉપરાંતનું મફત અનાજ ફાળવવાનું નક્કી કર્યું છે.

આ ખાસ યોજના (PM-GKAY) હેઠળ, NFSAની બેઉ કેટેગરીઓ- અંત્યોદય અન્ન યોજના (એએવાય) અને પ્રાયોરિટી હાઉસહૉલ્ડર્સ (પીએચએચ) હેઠળ NFSAના આશરે 80 કરોડ લાભાર્થીઓને NFSA હેઠળ નિયમિત માસિક અનાજ મળે છે એ ઉપરાંત વ્યક્તિ દીઠ 5 કિલોના માપે મફત અનાજ (ઘઉં/ચોખા)નો વધારાનો જથ્થો પૂરો પાડવામાં આવશે.

ગયા વર્ષે, કેન્દ્ર સરકારે કોરોના ચેપને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું. આ સમય દરમિયાન ગરીબોના જીવનનિર્વાહ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત, વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં અથવા ચોખા અને પરિવાર દીઠ 1 કિલોગ્રામ દર મહિને મફત આપવામાં આવે છે. આ યોજના માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ત્રણ મહિના માટે શરૂ કરવામાં આવી હતી. બાદમાં તેને 30 નવેમ્બર 2020 સુધી વધારવામાં આવી.

ગયા વર્ષે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રેશનકાર્ડ ધારકોને હાલના કોટાથી અલગ વ્યક્તિ દીઠ 5 kg કિલો ઘઉં અથવા ચોખા ખરીદવાની સુવિધા પણ આપવામાં આવી હતી. આ અંતર્ગત ઘઉં પ્રતિ કિલોના 2 રૂપિયા અને ચોખાના 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવતા હતા. ગયા વર્ષે માર્ચમાં સરકારે કહ્યું હતું કે ઘઉંનો ભાવ પ્રતિ કિલો રૂ. 27 છે. પરંતુ તે રેશનની દુકાનો દ્વારા પ્રતિ કિલો 2 રૂપિયાના છૂટના દરે આપવામાં આવશે. એ જ રીતે, પ્રતિ કિલો રૂ. 37ના ભાવનાં ચોખા 3 રૂપિયા પ્રતિ કિલોના દરે આપવામાં આવ્યા હતાં.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્રીય મદદના ભાગરૂપે અનાજ, આંતરરાજ્ય પરિવહન ઇત્યાદિ પાછળ રૂ. 26000 કરોડથી વધારાનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર વહન કરશે.

Related posts

જાણો:-હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે શું કહ્યું..

Abhayam

ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ રાખી દુકાન

Vivek Radadiya

વીગન ડાયટ શું છે? 

Vivek Radadiya