ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોના આંતકને કારણે દરરોજ લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને હજારો લોકોના મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. વધતા જતા કોરોનાના સંક્રમણને કારણે ફરી રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવે તેવી વાતો થઈ રહી છે.
જોકે આ બાબત પર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આ અંગે ઘણી વખત કહી ચુક્યા છે કે લોકડાઉન ઉપાય નથી પણ હાલમાં જ આ લોકડાઉન લાદવાની અટકળો વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં અત્યારે લોકડાઉનની કોઈ જરૂર નથી. અગાઉના દિવસો દરીમિયાન પરિસ્થિતિ ગંભીર જણાશે તો લોકડાઉન લગાવવામાં આવશે.
રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની કરી રહ્યા છે માંગ:-
ગુજરાત મેડિકલ એસોસિયેશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યભરમાં 14 દિવસનું કડક લોકડાઉન જરૂરી છે અને ગુજરાત સરકાર આ બાબત પર થોડુક વિચારે. સાથે સાથે મેડિકલ એસોસિયેશન દ્વારા હાઈકોર્ટમાં એ પણ રજૂઆત કરાઈ છે કે, રાજ્યમાં કોરોના ટેસ્ટ વધારવા ખુબ જ જરૂરી છે. આ સિવાય રાજ્યભરની તમામ હોસ્પિટલોમાં બેડ અને દવાઓની પણ મોટા પ્રમાણમાં જરૂરિયાત છે. આ પહેલાં કેન્દ્રની રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે,હાલની આ પરિસ્થિતિ ધ્યાનમાં લેતા હોસ્પીટલમાં બેડ અને ઓક્સીજન વધારવાની ખુબ જ જરૂરિયાત છે.
અને અમારા દ્વારા હાલમાં હોસ્પીટલમાં ઓક્સીજન અને બેડનો વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે કહ્યું કે, લોકડાઉન લગાવવા વિશે અમને ઘણા સૂચનો મળી રહ્યા છે પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આ અંગે ઘણી વખત કહી ચુક્યા છે કે લોકડાઉન ઉપાય નથી. લોકડાઉન લાદવામાં આવે તો ફાયદો થશે કે નહીં એ પણ નક્કી નથી.સરકારે કહ્યું હતું કે હાલમાં સમગ્ર રાજ્યમાં નાઈટ કરફ્યુ હોવાને લીધે પણ કોઈ ફાયદો થયો નથી.