Abhayam News
AbhayamNews

સુરત : પાટીદારોની આ સૌથી મોટી સંસ્થામાં કોવિડ કેર આઇસોલેશન સેન્ટરનો શુભારંભ કરાયો.

ગુજરાતમાં કોરોના મહામારીના બીજા તબક્કામાં અનેક લોકો રોજે રોજ સંક્રમિત થઈ રહ્યાં છે અને સતત કેસો વધી રહ્યા છે ત્યારે સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ આ કોરોનાની મહામારી સામે લડવા આગળ આવ્યો છે. કોરોના દર્દીને મદદ કરવાના હેતુથી સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કતારગામ-વેડરોડ મેડીકલ એસોસિએશનના સહયોગથી 54 બેડનું કોવિડ કેર આઇસોલેશન સેવા સેન્ટર કતારગામ આંબાતલાવડી સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં શરૂ કરવામાં આવ્યું છે.

આજે મંગળવારે સવારે 10 કલાકે સુરત મહાનગર પાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઈ શેટા, ઉપપ્રમુખ કાળુભાઈ ભીમનાથ ગોવિંદભાઇ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, મથુરભાઈ સવાણી અને સમાજના અન્ય અગ્રણી,   તમામ સમિતિના વ્યસ્થાપકની અધ્યક્ષતામાં આ વોર્ડને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

જે દર્દીને ડોક્ટર દ્વારા ઘરે હોમ ક્વોરેન્ટાઇન થવાની સુચના આપી હોય અને દર્દીને ઘરે અલગ રહેવાની સગવડ ના હોય એવા દર્દીઓ તથા હોસ્પિટલમાંથી રજા લીધા પછી ડોક્ટરની દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓ  આ આઇશોલેશન વોર્ડમા પ્રવેશ મેળવી શકશે. આ આઇસોલેશન વોર્ડમાં દર્દીની તપાસ માટે કન્સલ્ટન્ટ 15 ડોક્ટરની ટીમ તેમજ વિઝીટર 15 ડોક્ટરો સાથે કુલ 30 તજજ્ઞ ડોક્ટરોની ટીમ સેવા આપશે. દર્દીઓને દવા પણ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. સાથે સાથે સવારનો ચા નાસ્તો, બે ટાઈમ ભોજન, મિનરલ વોટર અને એનર્જી ડ્રિન્ક પણ આપવામાં આવશે. આ તમામ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે.

Related posts

મોદી સરકારે વાહનચાલકો માટે લીધો આ મોટો નિર્ણય, આ કામ આગામી વર્ષથી ફરજિયાત કરવું પડશે…

Abhayam

દ્વારકા :: કેજરીવાલની ખેડૂતોને ગેરેન્ટી..વાંચો અહેવાલ

Archita Kakadiya

ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે

Vivek Radadiya