Abhayam News
AbhayamNews

જીવનદાન:સુરતથી ધબકતું હ્રદય 92 મિનિટમાં 300 કિમી દૂર મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયુ..

અંગદાન માટે દેશભરમાં જાણીતા થઈ રહેલા સુરતમાંથી ફરી હ્રદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઈ મોહનલાલ છાજેડના પરિવારે તેમના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. સાથે જ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 92 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુંબઈના રહેવાસી 30 વર્ષીય વ્યક્તિમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું.

હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.

તા.11જુનના રોજ દિનેશભાઈને રાત્રે 8:30 કલાકે એકાએક બ્લડ પ્રેશરવધી જવાને કારણે શરીરમાં જમણી બાજુ લકવાની અસર થતા તેમને તાત્કાલિક નવસારીમાં ડી.એન.મહેતા પારસી હોસ્પીટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન સ્ટ્રોકને કારણે મગજમાં ડાબી બાજુ લોહી ફરતું બંધ થઇ ગયું હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને સુરતની એપલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.કે.સી.જનની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.સોમવાર તા.૧૪જુનના રોજ ન્યુરોસર્જન ડૉ.કે.સી.જૈન, ન્યુરોફીજીશીયન ડૉ.પરેશ ઝાંઝમેરા, નેફ્રોલોજીસ્ટ ડૉ ધનેશ વૈધ, અને એનેસ્થેટીસ્ટ ડૉ નિયતિ દવેએ દિનેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યાં..

ધબકતાં હ્રદયને સુરતથી બાય ફ્લાઈટ મુંબઈ લઈ જવાયું હતું.

હ્રદય, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 386 કિડની, 159 લિવર, 8 પેન્ક્રીઆસ, 33 હૃદય, 14 ફેફસાં અને 290 ચક્ષુઓ કુલ 888 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 816 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

સુરતથી અમદાવાદ બાય રોડ કિડની મોકલવામાં આવી હતી.

સુરતની એપલ હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સુધીનું 274 કિમી રોડ માર્ગનું અંતર 180 મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 47 વર્ષીય મહિલામાં અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 43 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તથા બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC હોસ્પિટલમાં સુરતની 17 વર્ષીય વિદ્યાર્થીનીમાં કરવામાં આવી રહ્યું છે.

પોલીસ દ્વારા બે ગ્રીન કોરીડોર કરવામાં મદદ કરાઈ હતી.

ડૉ.વિકાસબેન દેસાઈ, ન્યુરોસર્જન ડૉ.કે.સી.જૈન દિનેશભાઈના બનેવી રશ્મીનકુમારની સાથે રહી દિનેશભાઈના પત્ની જયાબેન, સાળા હિતેશભાઈ અને મહેશભાઈ, સાઢુભાઈ નિલેશભાઈ અને વિજયભાઈ, બનેવી રમેશભાઈ અને વિનોદભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી દિનેશભાઈના પત્ની જયાબેન કે જેઓ ICમાં હાઈરગ્રેડ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે તેઓએ જણાવ્યું કે મારા પતિ જુદી-જુદી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા.તેઓ જીવનમાં હંમેશા એવું માનતા હતા કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. આથી જયારે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર તો બળીને રાખ થઇ જવાનું છે,ત્યારે મારા બ્રેઇનડેડ પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આહીર સમાજની 4300 જેટલી મહિલા દ્વારા સુરતમાં રસોત્સવ રમાયો

Vivek Radadiya

આજથી તમામ બેંકોમાં કામકાજના સમયમાં થયો ઘટાડો: બેંકમાં જતા પહેલા ખાસ વાંચી લેજો આ સમાચાર…

Abhayam

પપ્પા દારૂ પીને ગુરુદ્વારા, વિધાનસભા જાય છે

Vivek Radadiya

1 comment

Comments are closed.