Abhayam News
AbhayamNews

સુરતમાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે માનવતા ભર્યું કામ કર્યું..

પરવત પાટીયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ કેશવનગર ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરતી વખતે મહિલા કોન્સ્ટેબલને એક પર્સ મળ્યું હતું. આ પર્સમાં રૂપિયા 1.60 લાખના 6 જેટલા ATM કાર્ડ હતાં. જેથી મહિલા કોન્સ્ટેબલે અંદરના અન્ય ડોક્યુમેન્ટ જોતા તેમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું. જેથી મહિલા કોન્સ્ટેબલે તેના અન્ય સંબંધીઓની મદદથી યુવકનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. જો કે બન્ને ડોક્યુમેન્ટ પર અલગ અલગ એડ્રેસ હોવાથી થોડી મુશ્કેલી પડી હતી. જો કે, આખરે યુવકનો સંપર્ક તથા તેને ડોક્યુમેન્ટની ખરાઈ કરીને પર્સ પરત કર્યું હતું. જેથી યુવકે મહિલા કોન્સ્ટેબલ સાથે સમગ્ર પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

પર્સમાં યુવક અને તેના પરિવારના સભ્યોના અલગ અલગ કાર્ડ હતાં

ચૂંટણી કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સમાં અલગ અલગ એડ્રેસ હોવાથી યુવક સુધી પહોંચવામાં મુશ્કેલી નડી હતી


મૂળ સાબરકાંઠાના ઈડરના વતની રીટાબેન જીતુભાઈ વર્ષ 2016થી પોલીસ બેડામાં સેવા આપી રહ્યાં છે. સુરતમાં સૌ પ્રથમ પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યાં બાદ છેલ્લા 18 મહિનાથી રીટાબેન રિજિયન-1માં કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યાં છે. રિટાબેને જણાવ્યું હતું કે, પર્સ મળ્યું ત્યારે પર્સમાં ઘણા બધા એટીએમ કાર્ડ હતાં. યુવક અને તેના પરિવારના સભ્યોના અલગ અલગ કાર્ડ હતાં. એટલે સમય બગાડ્યા વગર પર્સ પરત કરીને મેં મારી જવાબદારી પૂર્ણ કરી હતી

પર્સમાં યુવક અને તેના પરિવારના સભ્યોના અલગ અલગ કાર્ડ હતાં

.પરવત પાટીયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ કેશવનગર ચાર રસ્તા પર રીટાબેન જીતુભાઈ નામના મહિલા કોન્સ્ટેબલ (બકલ નંબર 2652) ફરજ બજાવી રહ્યા હતાં. એ દરમિયાન તેમને એક પર્સ રસ્તા પર પડેલું નજરે ચડ્યું હતું. જેથી પર્સ લઈને ખોલતાં તેમાં રોકડની સાથે ATM કાર્ડ મળી આવ્યાં હતાં. પર્સમાં મંદાની મયુર વિઠ્ઠલભાઈ નામના યુવકનું ચૂંટણી કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સની કોપી પણ મળી આવી હતી. જેથી પર્સમાં રહેલા એટીએમ સહિતના દસ્તાવેજોની ગંભીરતા સમજીને રીટાબેને સૌ પ્રથમ તેમના કજીનનો સંપર્ક કરીને યુવકના ઘરના એડ્રેસ પર મોકલ્યો હતો.જો કે એક ડોક્યુમેન્ટમાં માતાવાડીનું એડ્રેસ હતુ જ્યારે બીજામાં લંબે હનુમાન રોડ એડ્રેસ હતું. એટલે યુવકનું ઘર શોધવામાં કલાક જેવો સમય નીકળી ગયો હતો. અંત યુવકના પિતા વિઠ્ઠલભાઈનો સંપર્ક થતા તેમણે તેના દીકરાને મોકલ્યો હતો.

પાંચ વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા રીટાબેને માનવતાનું કાર્ય કર્યું હતું.

પાંચ વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા રીટાબેને માનવતાનું કાર્ય કર્યું હતું.

પર્સને પરત મેળવનાર મંદાની મયુરે જણાવ્યું હતું કે, પર્સ ગૂમ થયાની જાણ થતાં જ મને પરસેવો વળી ગયો હતો. હવે શું કરીશ તેની ચિંતા હતી.રીટા મેડમ અને પોલીસનો હું ખૂબ ખૂબ આભારી છું કે મને તાત્કાલિક તેમણે પર્સ પરત કર્યું. મારા પર્સમાં પરિવારના તમામ સભ્યોના એટીએમ કાર્ડ હતાં. આ કાર્ડ બ્લોક કરાવતાં મને નાકે દમ આવી જાત અને ફરી શરૂ કરાવવા માટે મારે ઘણું હેરાન થવું પડ્યું હો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ચોખાના ભાવમાં મિડલ-ક્લાસ અને ગરીબોને મળશે રાહત

Vivek Radadiya

ક્રિપ્ટોથી નિરાશ થયેલાને ડિજિટલ કરન્સીની આશા

Vivek Radadiya

બંદૂક અને બોમ્બ લઈને TV સ્ટુડિયોમાં ઘૂસી ગયા આતંકવાદી

Vivek Radadiya

1 comment

Comments are closed.