Abhayam News
AbhayamNews

જાણો:-ઉચ્ચ અધિકારીઓની બદલી આવી રહી:-સુરતના પોલીસ કમિશનર ક્યાં જશે?

ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં પ્રમોશન અને બદલીની સંભાવના તેજ બની છે. ખાસ કરીને જિલ્લાના પોલીસ અધિક્ષક અને શહેરોના પોલીસ કમિશનર બદલાય તેવી સંભાવના છે. આ સાથે પોલીસ ભવના વિવિધ વિભાગો અને સેલમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની બદલી તોળાઇ રહી છે.

આ ચાર્જ મળતાં એવું જાણવા મળ્યું છે કે સુરતથી અજય તોમર અમદાવાદના પોલીસ કમિશનર બની રહ્યાં છે જ્યારે સુરતમાં અનુપમસિંહ ગેહલોતને પોલીસ કમિશનર બનાવવામાં આવે તેવી અટકળો તેજ બની છે. અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા ડીજી રેન્કની હોવાથી 31મી મે ના રોજ અજય તોમરને ડીજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જો સુરતની અજય તોમર અમદાવાદ આવશે તો શ્રીવાસ્તવને કાયમી એસીબીમાં જીડી બનાવવામાં આવશે.

રથયાત્રા પહેલાં પોલીસ વિભાગમાં બદલીઓ થાય તેવું અનુમાન સચિવાલયના સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. થોડાં સમય પહેલાં એસીબી ક્રાઇમમાંથી કેશવકુમાર નિવૃત્ત થયા પછી જીડીનો ચાર્જ હાલમાં અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને સોંપવામાં આવ્યો છે

આ સાથે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને બીજી જગ્યાએ ખસેડીને તેમની જગ્યાએ સુરત ગ્રામ્ય રેન્જના આઇજી રાજકુમાર પાંડિયનને નિયુક્ત કરવામાં આવી શકે છે. આ રીતે વડોદરા, જામનગર, ભાવનગર અને જૂનાગઢના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી થાય તેવું સંભવ છે. રાજ્યના મુખ્યમંત્રીએ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ જિલ્લાના પોલીસ અધિક્ષકોની પણ બદલી કરવાનું નક્કી કર્યું છે. પોલીસ વિભાગના આ ઓર્ડર ટૂંકસમયમાં થાય તેવા અટકળો તેજ બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા

Vivek Radadiya

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની ચુંટણી માં થયો હોબાળો…

Abhayam

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સુરતનો વેપારી મકાઇ- પોલિએસ્ટર યાર્નમાંથી બનાવશે ટોપી અને ધજા

Vivek Radadiya