Abhayam News
AbhayamNews

વાવાઝોડું ગયું અને તબાહી છોડતું ગયું:-જાણો ગુજરાતમાં કેટલા કરોડનું થયું નુક્શાન?

ગઈકાલે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છે. આ દરમિયાન તૌકતેથી  મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં ઘણો વધારો થયો છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, કેટલાક ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કેટલાક મોત કરંટ લાગવાથી થયા છે. વાવાઝોડાથી ગુજરાતમાં મકાન, દીવાલ ધસી પડવાના બનાવો બન્યા છે. જેનાથી આ મોત થયા છે. ચાલો ક્યા કેટલા મોત થયા તેના પર એક નજર કરીએ.

ગુજરાતમાં વાવાઝોડાની આફતે અનેક પાકને નષ્ટ કર્યા છે. જેને કારણે કેરી પકડવતા ખેડૂતો પર એવી આફત આવી કે એકસાથે બે વર્ષ નિષ્ફળ જાય એવી સ્થિતિ આવી ગઈ છે. સૌરાષ્ટ્રમાં 13,800 હેક્ટરમાં પથરાયેલા આંબાના વૃક્ષ વાવાઝોડાની ઝપેટમાં આવ્યા છે, આથી 60 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું હોવાથી કેરીની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

વાવાઝોડાથી રાજ્યમાં 3000 કરોડનું નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે. કૃષિ,ઉર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટુ નુકસાન થયું છે. ઉર્જા સેક્ટરમાં અંદાજિત 1400 કરોડનુ નુકસાન થયું છે. કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડના નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. કેરીના પાકમાં અંદાજે 60 કરોડનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.

ઉર્જા સેક્ટરમાં અંદાજે 1400 કરોડનું નુકસાન થયું છે. ત્યારે કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડના નુકસાનનો અંદાજો લગાવવામાં આવ્યો છે. વાવાઝોડાએ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. કેરીના વેરી બનીને ત્રાટકેલા વાવાઝોડાએ તલાલા પંથકમાં 13,827 હેક્ટર જમીનમાં પથરાયેલા આશરે 15 લાખથી વધુ આંબાનાં વૃક્ષોને ઝપેટમાં લીધા હતા અને અનેક આંબામાં કેરીઓ ખરી પડી તો ક્યાંક આખા આંબા જ ઊખડી ગયા હતા. આશરે 60 કરોડની કેરીને નુકસાન થયાના તલાલાથી જાણવા મળ્યું છે. રોડ અને બિલ્ડીંગ ક્ષેત્રમાં અંદાજે 50 કરોડનું નુકસાન થયુ છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં 350 કરોડના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ વિનાશ સર્જતા હજારો કરોડોનું નુકસાન કર્યું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 3000 કરોડનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કૃષિ, ઉર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટુ નુકસાન થયું છે.

ખેડામાં 2 ના મોત જેમા વીજ કરંટથી બંન્ને મૃત્યુ, અમદાવાદમાં 5 મોત જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1 નુ મોત, આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી મોત, અમરેલીમાં 15 મોત જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 મોત થયા, ગીર સોમનાથમાં 8  મોત જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4 અને છત પડવાથી 1 મોત થયા,ભાવનગરમાં 8 મોત જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા છે.

આ ઉપરાંત વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ચક્રવાત તાઉ-તેથી અસરગ્રસ્ત ગુજરાત અને દીવના પ્રવાસ પર છે. તેઓ અહીં પરિસ્થિતિ અને નુકસાનની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે. પહેલા, પીએમ મોદીએ એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા ઉના, દીવ, ઝફરાબાદ અનેમહુવા સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર તોફાનથી પ્રભાવિત તમામ રાજ્યોના સંપર્કમાં છે અને તેમની સાથે કામ કરી રહી છે. ત્યારબાદ તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓ સાથે અમદાવાદમાં સમીક્ષા બેઠક શરુ થઇ ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઈ નિરીક્ષણ બાદ અમદાવાદ પહોંચીને સમીક્ષા બેઠક શરુ કરી છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિનો ચિતાર આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું છે. વડાપ્રધાન 1 કલાક ને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ હવે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા છે. હવે ભાવનગરથી અમદાવાદ આવવા રવાના થશે, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક શરુ થઇ ગઈ છે. વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 500 કરોડ સુધીના રાહત પેકેજ અપેક્ષા છે. પીએમ મોદી પ્રાથમિક સર્વેના આધારે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

ઓનલાઈન ચીજ વસ્તુઓ મંગાવતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો

Vivek Radadiya

સુરતમાં બની ‘બચપન કા પ્યાર’ નામની મીઠાઈ…

Deep Ranpariya

BJP New Poster: BJPએ બદલ્યું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું પોસ્ટર

Vivek Radadiya