Abhayam News
AbhayamBusinessGujaratNews

કામિલ બાર્ટોશેકે હેલિકોપ્ટરથી કરોડો રૂપિયાનો વરસાદ કર્યો

કામિલ બાર્ટોશેકે હેલિકોપ્ટરથી કરોડો રૂપિયાનો વરસાદ કર્યો ચેક રિપબ્લિકના જાણીતા વ્યક્તિત્વ અને ટેલિવિઝન હોસ્ટ કામિલ બાર્ટોશેકે હેલિકોપ્ટરથી કરોડો રૂપિયાનો વરસાદ કર્યો છે. કામિલે લિસા નાદ લાબેમ ક્ષેત્ર પાસે આ કર્યુ હતું. બાર્ટોશેકે, જેને સામાન્ય રીતે કાઝમાના રુપે પણ ઓળખવામાં આવે છે. તેણે શરુઆતમાં હરીફાઈ દ્વારા એક ભાગ્યશાળી વિજેતાને આટલી મોટચી રકમ આપવાની યોજના બનાવી હતી. પાર્ટિસિપન્ટ્સ માટે પડકાર એ હતો કે પૈસા શોધવા માટે કાઝમાની ફિલ્મ ‘વનમેનશોઃ ધ મૂવી’માં છુપાયેલા કોડને સમજવાનો હતો. જોકે, આ ઉખાણાને ઉકેલવાનું કામ ખૂબ જ મુશ્કેલ સાબિત થયુ હતું.

કાઝમાએ વૈકલ્પિક વ્યૂહરચના તૈયાર કરી. તેઓએ સ્પર્ધા માટે નોંધણી કરાવનારા તમામ સ્પર્ધકોમાં પૈસા વહેંચવાનું નક્કી કર્યું. રવિવારે સવારે, તેણે એક ઈમેલ મોકલ્યો હતો જેમાં પૈસા ક્યાંથી મળશે તેની એનક્રિપ્ટેડ વિગતો હતી. કાઝમાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડિયો પોસ્ટ કર્યો અને તેને વિશ્વનો પહેલો “પૈસાનો વરસાદ” કરાર કર્યો. તેણે ગર્વથી ઘોષણા કરી કે કોઈ ઈજા કે મૃત્યુ વિના ચેક રિપબ્લિકમાં હેલિકોપ્ટરમાંથી 10 લાખ ડૉલર (રૂ. 8 કરોડ, 32 લાખ) પાડ્યા હતાં.

જેવો જ આકાશમાંથી પૈસાનો વરસાદ થયો, મેદાનમાં જમા થયેલા હજારો લોકો ખૂબ જ ઝડપથી દોડીને આવ્યા અને નોટોને વીણવા લાગ્યાં. આજે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમે પણ ચોંકી જશો.

તેમણે અગાઉ જાહેરાત કરી હતી કે દસ લાખ ડૉલરથી ભરેલું કન્ટેઇનર લઈ જનારું એક માલવાહક હેલિકોપ્ટર ચેક રિપબ્લિકની ઉપરથી ઉડાણ ભરશે. આ કન્ટેઇનરમાં નીચે એક મોટો દરવાજો હતો જે અચાનક ખુલી જતો હતો અને પૈસા દેશભરમાં ક્યાંય નીકળી જતા હતાં. ફક્ત તે લોકોને અમુક કલાકો પહેલા સૂચિત કરવામાં આવશે જેણે પોતાના કાર્ડ સક્રિય કરવામાં આવ્યા છે કે આ ક્યારે અને ક્યાં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આજથી તમામ બેંકોમાં કામકાજના સમયમાં થયો ઘટાડો: બેંકમાં જતા પહેલા ખાસ વાંચી લેજો આ સમાચાર…

Abhayam

માલદીવને મોટો ફટકો! PM મોદીના અપમાન પર ભારતીયો થયા લાલધૂમ

Vivek Radadiya

ધોનીએ દીકરી જીવાને પૂછ્યા 6 ભાષામાં સવાલ

Vivek Radadiya