Abhayam News
Abhayam News

ભાજપમાં સક્રિય આગેવાન 200 કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા….

વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે. તે અગાઉ જ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. એકબીજા કાર્યકરો તોડવા અને પોતાના પક્ષમાં સામેલ કરવાનું શરૂ થઈ ગયું છે.ત્યારે સુરતમાં 16 વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર્તા રહેલા ભીખાભાઈ લખાણીએ આપનો ખેસ પહેર્યો છે. પૂર્વ વોર્ડ નં. 3 ના કિસાન મોરચાના પ્રમુખ અને કિંજલ બાંધણીના નામે ઓળખાતા વેપારી ભીખાભાઇ લખાણી200 કાર્યકરો સાથે આપમાં જોડાયા છે.

નાના વરાછા વિસ્તારની શ્યામધામ સોસાયટીની વાડી આપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીમાં ઢોલ નગારા સાથે આવકારવા માટે આમ પાર્ટી ગુજરાત નેતા મહેશભાઈ સવાણી તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા હાજર રહ્યા હતા. ભીખાભાઈ લાખાણી તેમના 200 કરતાં વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જ્યારે આનંદીબેન પટેલ સુરત આવતા ત્યારે તેમની શોપની મુલાકાત લેતા એવા ભાજપના ઘનિષ્ઠ કાર્યકર્તા-વેપારી તેમના સમર્થકો સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ શહેરના ઝૂમાં આઠ સિંહ પોઝિટીવ:- કોરોના પ્રાણીઓમાં પણ ફેલાયો..

Abhayam

ભાજપમાં ભંગાણ, માલધારી સમાજના આગેવાનો સહિત 200એ રાજીનામું આપ્યું …

Abhayam

ગુજરાત પોલીસમાં નોકરી અપાવવાના નામે 40 યુવકો પાસેથી એક કરોડની રકમ ખંખેરનારી ગેંગ પકડાઈ…

Abhayam

Leave a Comment