Abhayam News
Abhayam News

SP નિર્લિપ્ત રાયને ચેલેન્જ ફેંકનાર પોતાને અમરેલીનો બાપ કહેનારનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું..

અમરેલીમાં પેટ્રોલ પમ્પ માલિક પાસે ફોનમાં ખંડણી માંગનાર અને ૧૦ લાખ ન આપે તો ફાયરિંગ કરી પરિવારને મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં છત્રપાલ કિશોરભાઈ વાળા (રહે.અમરેલી) નામના નામચીન શખ્સને ગોંડલથી અમરેલી એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.

ફોનમાં ધમકી આપતી વખતે આરોપીએ જિલ્લા પોલીસ વડા નિલપ્ત રાયનું નામ લઈને, ‘તને એસપી બચાવવા નહીં આવે’ એવું પણ કહ્યું હતું. તે અંગેનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી હતી.

અમરેલીના લાઠી રોડ ઉપર આવેલા ગુરૂદત પેટ્રોલપંપના માલિક હિતેશકુમાર નવનીતલાલ આડતીયાના મોબાઈલ ફોન ઉપર છત્રપાલ વાળા નામના શખ્સો ફોન આવ્યો હતો અને ફોનમાં કહેલું કે પેટ્રોલપંપ સારી રીતે ચલાવવો હોય અને પરિવારની ફિકર હોય તો ૧૦ લાખ આપવા પડશે નહીંતર ફાયરિંગ કરવું પડશે.

બાદમાં વેપારી હિતેષભાઈએ સીટી પોલીસમાં છત્રપાલ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા પોલીસ વડા નિલપ્ત રાયએ આરોપીને તાત્કાલિક પકડવા એલસીબી અને એસઓજી અને સીટી પોલીસની સંયુક્ત રીતે ટીમો બનાવી કામે લગાડી હતી.

દરમ્યાન બનાવના ૪૮ કલાકમાં જ આરોપી છત્રપાલ વાળાને ગઈરાત્રીના ગોંડલમાં મોવિયા રોડ ઉપરથી એલસીબીએ ઝડપી લીધો હતો. આરોપી પાસેથી કાર તેમ જ મોબાઈલ ફોન કબ્જે લીધા હતા. તેની વિરુદ્ધ અગાઉ જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોમાં ૬ જેટલા ગુના નોંધાયેલા હોઈ આરોપીને સીટી પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આમ આદમી પાર્ટીના ઈટાલીયા-ઈશુદાન સહિત 64 કાર્યકર્તા 10 દિવસથી જેલમા બંધ…..

Abhayam

ઓક્સિજનની સુવિધાથી સજ્જ 19 આઈસોલેશન કોચ અમદાવાદ રેલવે મંડળે તૈયાર કર્યા..

Abhayam

સુરત :: આપના કોર્પોરેટર દ્વારા ઓક્સીજન બોટલ બાબતે આઈસોલેશન સેન્ટરમાં વિરોધ…

Kuldip Sheldaiya

Leave a Comment