Abhayam News
AbhayamBusinessGujaratSocial Activity

માત્ર 100 રૂપિયામાં મળશે લક્ઝુરીયસ કાર

માત્ર 100 રૂપિયામાં મળશે લક્ઝુરીયસ કાર લક્ઝુરીયસ કારમાં ફરવાનું દરેક જણનું સ્વપ્ન હોય છે. પરંતુ આ કાર એટલી મોંઘી હોય છે, કે લોકો તેમાં ફરવાનું માત્ર સ્વપ્ન જ જોતા હોય છે. પરંતુ આપનું આ સ્વપ્ન હવે સાકાર થઈ શકે છે. જેની માહિતી અહીં આપવામાં આવી છે.

માત્ર 100 રૂપિયામાં મળશે લક્ઝુરીયસ કાર

માત્ર 100 રૂપિયામાં તમને લક્ઝુરીયસ કાર મળી જાય તો કેટલું સારૂ? તમારો આ વિચાર સાચો પડી શકે છે. આ માટે ભાગ્યનો સાથ મેળવવો પડે છે. આસામમાં આ વાત શક્ય બનવાની છે. દરવર્ષની જેમ આ વર્ષે આસામ ખાતે 96માં હાવલી રાસ ઉત્સવની ઉજવણી સમિતિ દ્વારા બહુઆયામી સાંસ્કૃતિક પ્રોજેક્ટના નિર્માણમાં મદદરૂપ થવા માટે ગિફ્ટ કુપનની રમતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમે માત્ર 100 રૂપિયાની ગિફ્ટ કુપન ખરીદી તમારી નસીબ આજમાવીને લક્ઝરી કાર મેળવી શકો છો.

આ ગિફ્ટ કુપનના કાઉન્ટરનું ઉદઘાટન થયું ત્યારથી જ લોકો દરરોજ ટિકિટ માટે વલખા મારી રહ્યા છે.  હાઉલીમાં ગિફ્ટ કૂપનની ઑફિસેથી માત્ર 100 રૂપિયામાં ટિકિટ મેળવી શકે છે. ટિકિટ ખરીદનાર પૈકી નસીબદાર વ્યક્તિનું નામ 10મી ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરવામાં આવશે.

દર વર્ષે ઉજવાય છે ઉત્સવ

હાવલી આસામના બારપેટા જિલ્લાનું મહત્વનું સ્થળ છે .અહીં દર વર્ષે રાસ મહોત્સવ ઉજવવામાં આવે છે .હાઉલી રાસ મહોત્સવે તેનું 95મું વર્ષ પૂર્ણ કર્યું છે.રાસ એ ભગવાન કૃષ્ણ અને રાધાના પ્રેમનો તહેવાર છે. તે ભારતીય પરંપરાગત કેલેન્ડર મુજબ દર વર્ષે કાતિ મહિનામાં પૂર્ણિમા તિથિ પર મનાવવામાં આવે છે. આ વર્ષે રાસ 24મી નવેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી હોલી, બારપેટામાં ઉજવાશે.

ગયા વર્ષે મળી ઈનામમાં હતી ઓડી કાર

દર વર્ષે હાઉલી રાસ ઉત્સવ તેની વૈભવી લોટરી સ્પર્ધા માટે અનન્ય છે. ગયા વર્ષે પણ લોટરીનું પહેલું ઇનામ માત્ર 100 રૂપિયાની લક્ઝરી ઓડી કાર હતું. આ કાર જનાર્દન બોરો દ્વારા લેવામાં આવી હતી, તેઓ ઉત્તર ગુવાહાટીથી આસામ પોલીસમાં સેવા આપતા હતા. ગયા વર્ષે લોટરી સમિતિ દ્વારા કુલ 3 લાખ 20 હજાર ટિકિટનું વેચાણ થયું હતું. આ વર્ષે કુલ 4 લાખની લોટરી કુપન વહેંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

તાર ફેન્સિંગ યોજનાના લાભથી ખેડૂતો વંચિત કેમ

Vivek Radadiya

મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ

Vivek Radadiya

ચૂંટણી પૂર્ણ થતા જ વધ્યા ગેસના ભાવ 

Vivek Radadiya