Abhayam News
AbhayamGujaratInspirationalNews

UPSC નોકરીની પ્રોફાઈલ જવાબદારીઓ અને પગાર

UPSC નોકરીની પ્રોફાઈલ જવાબદારીઓ અને પગાર ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસના અધિકારીઓની જવાબદારી ઘણી જ મહત્વની હોય છે, તેઓ દેશના મહત્વના પ્રયોજેક્ટ્સની સાથે સિવિલ અને ડિફેન્સ સેક્ટર્સની પણ મહત્વની કામગીરી કરે છે. અહીં તેમની જોબ પ્રોફાઈલ, કામની જવાબદારી અને પગાર કેવો મળે છે તે અંગેની વિગતો પૂરી પાડવામાં આવી છે.

UPSC નોકરીની પ્રોફાઈલ જવાબદારીઓ અને પગાર

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ (IES)ની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. યુપીએસસી દ્વારા ભારત સરકાર હેઠળની વિવિધ જગ્યાઓ માટે એન્જિનિયરિંગ ઉમેદવારોની ભરતી માટેનું આયોજન કરવામાં આવતું હોય છે. યુપીએસસી સીએસઈની જેમ જ, આઈઈએસ એ 3-તબક્કાની પ્રોસેસ છે, જેમાં ઉમેદવારની પસંદગી પ્રિલિમ્સ, મેઈન્સ અને ઈન્ટરવ્યુમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. આ જોબ પ્રોફાઈલ અને તેની સાથે મળતા આદર સન્માનના કારણે તેને સૌથી વધુ માંગવાળી પરીક્ષા બનાવે છે. આ સાથે જ નોકરીમાં આકર્ષક સેલેરી પેકેજ અને પરિવહન ભથ્થા (ટીએ), મોંઘવારી ભથ્થા (ડીએ), મકાન ભાડા ભથ્થાં (એચઆરએ) અને તબીબી લાભો જેવા વિવિધ ભથ્થાં અને લાભો પણ સામેલ કરવામાં આવે છે.

ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ

ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ ઓફિસર્સ સિવિલ અને ડિફેન્સ બંને ક્ષેત્રોમાં પોતાની સેવાઓ પ્રદાન કરે છે. તેમાંય ભારતીય સેનાના કોર્પ્સ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ નોંધપાત્ર હોય છે. આ ઉપરાંત ઈન્ડિયન ઓર્ડનન્સ ફેક્ટરીઝ, મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસીસ, ઈન્ડિયન નેવલ આર્મમેન્ટ સર્વિસ અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનનો સમાવેશ થાય છે.

જે ઉમેદવારો યુપીએસસી આઈઈએસ લે છે અને તે પરીક્ષાને ક્લિયર કરે છે તેમને ઈન્ડિયન સ્કિલ ડેવલપમેન્ટ સર્વિસ, કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ, ઈન્ડિયન રેલવે સર્વિસ ઓફ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર્સ, સર્વે ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ડિફેન્સ સર્વિસ ઓફ એન્જિનિયર્સ જેવા વિભાગો અને સર્વિસ સોંપવામાં આવી શકે છે. તેમાં ઈન્ડિયન સપ્લાય સર્વિસ, સેન્ટ્રલ વોટર એન્જિનિયરિંગ, જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ ઈલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ સર્વિસ અને સેન્ટ્રલ એન્જિનિયરિંગ સર્વિસ ફોર રોડ જેવી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.

જોબ પ્રોફાઈલ અને જવાબદારીઓ

ઉમેદવારની જોબ પ્રોફાઈલ અને જવાબદારીઓ ઉમેદવારને કયા વિભાગ અથવા સેવામાં રાખવામાં આવે છે તેના પર આધાર રાખે છે. આઈઈએસ અધિકારીની કેટલીક ભૂમિકાઓ અને જવાબદારીઓ નીચે પ્રમાણે છે –

  • આઈઈએસ અધિકારીઓને અમુક સમયે મેનેજમેન્ટ અને ટેક્નિકલ કાર્ય હાથ ધરવાની જરૂર પડી શકે છે.
  • મુખ્યત્વે આઈઈએસ અધિકારીનું કામ વહીવટી હોય છે.
  • તેમને પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને અમલની જવાબદારી પણ આપવામાં આવી શકે છે.
  • ઓફિસર્સને અમલદારશાહી પ્રક્રિયાઓને ઝડપથી સમજવાની અને સરકારના પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં રહેવાની પણ આવશ્યકતા પડી શકે છે.
  • તેમને કેટલાક મંત્રીઓના સંપર્કમાં રહેવાની સત્તા પણ આપવામાં આવી શકે છે.

આઈઈએસ અધિકારીઓને વધારે અનુભવના આધારે પ્રમોશન પણ આપવામાં આવી શકે છે. તેઓ આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ એન્જિનિયર્સ તરીકે શરૂઆત કરી શકે છે અને ચેરપર્સન અથવા કેબિનેટ-લેવલના અધિકારીના પદ સુધી પહોંચી શકે છે. જુનિયર લેવલે ઉમેદવારને 15,600થી 39,100 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. ચીફ એન્જિનિયર અથવા એડિશનલ જીએમ માટે પગારની રેન્જ 37,400 થી 67,000 રૂપિયાની વચ્ચે હોય છે. કેબિનેટ સેક્રેટરીનું પદ 90,000 રૂપિયા સુધીની ઓફર કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

20 વર્ષથી રાહ જોઈ રહ્યા છે રોકાણકારો તૈયાર છે Tataનો IPO

Vivek Radadiya

મોબાઇલમાં મેસેજ આવ્યો ને વેપારીના એકાઉન્ટમાંથી સાડા 4 લાખ ઉપડી ગયા, જો-જો તમે આવી ભૂલ કરતા!

Vivek Radadiya

પ્રીતિ ઝિન્ટાએ IPL ઓક્શન દરમિયાન કરી મોટી ભૂલ

Vivek Radadiya