રાજકોટ જેતપુર તાલુકામાં આવેલ દેવકી ગાલોર ગામે પોતાના ઘઉંના પાકમાં અકસ્માતે લાગેલી આગને ઠારે પાળવા જતા એક ૬૫ વર્ષના વૃદ્ધ ખેડૂતનું આગની ઝપટે ચડી વૃદ્ધ ખેડુત નું કરુણ મોત નીપજ્યું હતું
જેતપુર દેવકી ગાલોર ગામના રહેવાસી ધીરુભાઈ મોહનભાઇ સતાસીયા આશરે ઉવ ૬૫ નામના વૃદ્ધ ખેડૂતનું પોતાના ખેતરના ઘઉંના પાકમાં લાગેલ આગથી મોત નીપજ્યું હતું વધુમાં આ અંગે ગામના ઉપસરપંચ બ્રિજેશભાઈના જણાવ્યા મુજબ ધીરુબાપાને સંતાનમાં બે પુત્ર છે. બંને અમદાવાદ રહે છે. જ્યારે ધીરુબાપા અહીં રહી ખેતીકામ કરે છે. આજ રોજ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ ગામના કેટલાક મજૂરો બ્રિજેશભાઈને આવીને જણાવતા કહ્યું કે, ધીરુબાપાના ખેતરમાં આગ લાગી છે. જેથી તેઓ કેટલાક ગામ લોકો સાથે ખેતરે જઈને જોતા વાઢેલ ઘઉંના પોરામાંથી બે ત્રણ ઘઉંના પોરા આગ લાગેલ હાલતમાં સળગતા હતા.! અને બાકીનો મહેનત કરેલ સંપૂર્ણ પાક બળીને ખાખમાં રોડવાઈ રહ્યો હતો. સાથે આ સળગી ગયેલ પાકની વચ્ચે ધીરુબાપાની આગ મા ભળથું થઈ ગયેલ હાલતમાં લાશ પડી હતી. ત્યાર.બાદ તરત જ જેતપુર પોલીસને જાણ કરીને લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે લાવવામાં આવી હતી.
ખેતરમાં લાગેલ આગના કારણ વિશે તેઓએ જણાવતા આગ શોટ સર્કિટથી નહીં લાગી હોય કેમ કે ત્યાં કોઈ પ્રકારની વીજ લાઈનમાં કોઈ નુકશાન નથી સાથે આગનો બનાવ સવાર ના નવ સાડા નવે બન્યો હતો ત્યારે પાવર પણ ન હતો. કદાચને કોઈ બીડીના તણખલું ઉડવાથી આગ લાગી હોવી અથવા કોઈ બીજા કરણોસર આવી ઘટના બની હોવી જોઈએ અને ખેતરના પાકને આગ લાગી જોઈ ને બચાવવા જતા ધીરુંબાપા લાગેલી આગન ભરખી જવાથી મોત કરૂણ નીપજ્યું હોવાનું જણાવવા માં આવ્યું હતું
અહેવાલ અજય જાદવ જેતપુર