Abhayam News
AbhayamGujaratInspirationalNewsTechnology

પૃથ્વીથી ચંદ્ર સુધીની ચંદ્રયાનની સફર નિહાળો જૂનાગઢમાં

earth to moon

પૃથ્વીથી ચંદ્ર સુધીની ચંદ્રયાનની સફર નિહાળો જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજમાં ઇસરો દ્વારા સ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન નિહાળવા માટે 15000 લોકોએ રજીસ્ટ્રેશન કરી નાખ્યું છે. 3 નવેમ્બરનાં મોટી સંખ્યામાં બાળકો આ પ્રદર્શન નિહાળવા આવ્યાં હતાં.

    જૂનાગઢ શહેરની પ્રખ્યાત અને વિરાસત એવી બહાઉદ્દીન કોલેજમાં આજથી 3 દિવસ માટે સ્પેસ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે.

    પૃથ્વીથી ચંદ્ર સુધીની ચંદ્રયાનની સફર નિહાળો જૂનાગઢમાં

    અમદાવાદથી ઈસરો સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન સહિતની વસ્તુઓની પ્રદર્શની ગોઠવવામાં આવી છે.

    પ્રદર્શનની અંદર સ્પેસના અલગ અલગ અનેક વસ્તુઓ ગોઠવણ કરવામાં આવી છે.

    અહીં હજારો વિદ્યાર્થીઓ પણ પ્રદર્શન નિહાળવા પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 15000 રજીસ્ટ્રેશન આ પ્રદર્શન નિહાળવા માટે થઈ ચૂક્યા છે.

    બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે આગામી તારીખ 3 થી 5 નવેમ્બર 2023ના દરમિયાન ISRO ઈસરોની અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC ISRO દ્વારા વિક્રમ સારાભાઈ એક્ઝિબિશન રાખવામાં આવેલ છે .

    ચંદ્રયાન 3ની સફળતા બાદ આદિત્ય L1 સુધીની અને ભવિષ્યની ઈસરોની સિધ્ધિ યાત્રા આ એક્ઝિબિશનમાં આવરી લેવાયેલ છે.

    ઇસરો દ્વારા અવકાશમાં ચલાવાયેલા ઉપગ્રહો, તે માટે બનાવેલા રોકેટો તેના ઇન્ટરેક્ટિવ મોડલ્સ બધું જ આમાં સામેલ છે. જે બાળકો માટે ખૂબ રસપ્રદ અને જ્ઞાન પ્રદ બની રહેશે.

    ખાસ કરીને પાંચમી તારીખે નવેમ્બર જાહેર જનતા વિશેષ અપેક્ષિત છે. આ પ્રદર્શન ઈસરો અમદાવાદનાં ડાયરેક્ટર અને મુખ્ય મહેમાન એન.એમ.દેસાઈ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

    આ સાથે આ કાર્યક્રમમાં જૂનાગઢ એગ્રિકલચર યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર વી.પી. ચોવટીયા, જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં.

    નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

    વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

    તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

    Related posts

    અનેક અનાથ બાળકોની માતા સિંધુતાઈ સપકાલે આ જગતમાંથી વિદાય લીધી, વાંચો હિમતવાન નારીની આ અદભૂત કથા…

    Abhayam

    ભોપાલ ગેસ દુર્ઘટના

    Vivek Radadiya

    સામાન્ય નાગરિક પાસે દંડ લેવાય છે તો PI અને મેયરે દંડ ભરવો જોઈએ એવી પ્રજાની માગ જાણો સમગ્ર બનાવ..

    Abhayam

    1 comment

    Comments are closed.