Abhayam News
AbhayamNews

ઈશુદાન ગઢવીએ લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સરકાર સામે કરી બે માગ…

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 13 દિવસના જેલવાસ બાદ અમે પરત ફર્યા. ત્યારે બીજે દિવસે મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે તમારો લિકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગુજરાતની જનતા સામે હું પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠાથી એક વાત કહેવા માગું છું કે, મેં જિંદગીમાં ક્યારેય પણ દારૂ પીધો નથી. એ દિવસે કહેવામાં આવ્યું કે તમે લથડિયા ખાવ છો એટલે તમારો બ્લડ ટેસ્ટ કરાવવાનો છે.

ત્યારે પોલીસને કહ્યું કે, ચાલો પરંતુ મારી માગણી એ પણ છે કે, મારો એક રિપોર્ટ પ્રાઈવેટમાં પણ કરાવવામાં આવે. બાદ પોલીસે મને કહ્યું કે તમે ચિંતા ન કરો. મને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો ત્યાં મારા બ્લડનો રિપોર્ટ કરવામાં આવ્યો.

ત્યારે મારી આંખોનો તપાસ કર્યો વાસ જોઈ. ત્યારબાદ અમને લોકઅપમાં લઈ જવામાં આવ્યા.. પછી મેં મારા ભાઈઓને પૂછ્યું કે રિપોર્ટ ક્યારે આવશે. ત્યારે એમને મને જણાવ્યું કે, રિપોર્ટ મોડો આવશે 48 કલાક જેવું થઈ જશે. જેથી પોલીસે બ્રેથએનાલાઈઝરમાં મને ફૂંક મરાવી નત્યારે પણ પોલીસે કહ્યું કે, તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારો રિપોર્ટ નેગેટિવ છે.

ઈશુદાન ગઢવી વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જ્યારે આવી ઘટના બને ત્યારે લોકોને ડીટેઇન કરીને છોડી દેવાઇ છે. આ વિરોધની કોઈ પહેલી ઘટના નથી

પરંતુ ભાજપ દ્વારા પણ કેટલાક વિરોધો અગાઉ કરવામાં આવ્યા છે. પણ અમારા વિરોધમાં ભાજપ દ્વારા કેટલીક કલમો લગાવવામાં આવી. ઘણા લોકોએ કહ્યું કે, ઈશુદાન ભાઈ તમારા પર ઘણી બધી કલમો લગાડવામાં આવી છે.

ત્યારે મેં કહ્યું કે આ તેમનું કામ છે. એટલે એ લોકોએ જેટલો પણ દમન ગુજારવાની તૈયારી કરી તે અમે બધું સ્વીકાર્યું. અત્યારે વિપક્ષમાં છીએ એટલે આવા આક્ષેપો માટે અમે મનથી પણ તૈયાર છીએ. કારણ કે, મને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે. ટોળું 20 ફૂટ દૂર હોય ત્યારે તે બહેન દીકરીની છેડતી કઈ રીતે કરી શકે.

વાત હવે ધક્કામુકીની છે. અમે જેલમાંથી છૂટ્યા બાદ મારો વીડિયો મેં જોયો છે. DySP મને તેમની સાથે લઈને જાય છે. ત્યારે રાણા સાહેબે મને કહ્યું કે, ઈશુદાન ભાઈ તમે અહીંયા કેમ છો. ત્યારે મેં કહ્યું કે આ વિરોધ સિમ્બોલિક છે અને હું હોઉ છું.

વિરોધ કરવો એ વિરોધ પક્ષનું કામ છે. ત્યારબાદ હું બેઠો હતો ત્યાં મારી પાછળથી ભાજપના કેટલાક નેતાઓએ મારા પર હુમલો કર્યો અને મને નીચે પાડી દીધો પરંતુ ત્યાંના SPએ મને પ્રમાણિકતાથી કોર્ડન કરી લીધો. આ ઘટનામાં ભાજપના નેતા SPને પણ માર્યું હતું.

ઈશુદાન ગઢવીએ એવું પણ જણાવ્યું હતું કે, રાજકીય દબાણના કારણે રિપોર્ટ બદલાયો હોવાની પણ સંભાવના હોઇ શકે. રિપોર્ટમાં કંઈક વસ્તુ બદલાયાની અને તેમાં છેડછાડ કરાયાની મને પૂરેપૂરી શક્યતા છે

. બે દિવસમાં અમે અમારી લીગલ સાથે પણ ચર્ચા કરી છે. હવે નક્કી કર્યું છે કે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે હું મારા જામીન સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈશ. હું પોલીસને સહયોગ આપવા માગું છું.

મેં જિંદગીમાં ક્યારે દારૂ નથી પીધો. તમે ભાજપના નેતાને તેમના સંતાનોના સોગંદ ખવડાવીને પૂછો તો તેઓ પણ કહેશે કે, ઈશુદાન ભાઈ દારૂ નથી પીતા. કારણકે મારે ભાજપના નેતા સાથે પારિવારિક સંબંધો રહ્યા છે.

સ્વાભાવિક છે કે, આક્ષેપ કરવો ત્યારબાદ તેને ફરિયાદમાં કન્વર્ટ કરવું અને પાછળથી ફરીથી રિપોર્ટ ડિક્લેર કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરવો. રિપોર્ટ 48 કલાકમાં આવી જાય છે

પરંતુ આ વખતે રિપોર્ટના આવ્યો પાછળથી. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમને કહ્યું કે, રિપોર્ટ પોઝિટીવ છે એટલે મારી માગણી છે કે, આજે રિપોર્ટ કરવામાં આવ્યો છે તે શંકા પૂર્ણ રિપોર્ટ છે. મેં જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો અને આ વાત પર હું કાયમ છું.

આ રિપોર્ટને લઈને મારી એવી માગણી છે કે, મારો લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવે. કારણકે હું હનુમાનજી તો નથી કે, છાતી ચીરીને બતાવી શકું.

અને એટલા માટે હું ગુજરાતની જનતાને કહેવા માગું છું કે, જે મારા ચાહકો પછી એમને એવું ના થાય કે ઈશુદાન ગઢવી દારૂ પીવે છે. હું મોગલ મા અને સોનલ માતાને માનું છું જાહેરમાં તેમના સોગંદ ખાઈને કહું છું કે અને હું મારા સોગંદ ખાઈને કહું છું કે, આજ સુધીમાં મેં દારૂ પીધો નથી. મારી વાત ગુજરાતની જનતાને આશ્વાસન આપવા માટે છે.

બીજી એવી માગણી છે કે મારું જે લોહી ભૂતકાળમાં લઈ જવામાં આવ્યું હતું ટેસ્ટ માટે તે લોહી સાચવીને રાખવામાં આવે. અમે આ માટે પણ કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધવા માંગીએ છીએ.

પેપર લીક કાંડમાં લાખો રૂપિયા જેને લીધા છે તે મોટું માથું છે તે પકડાયુ નથી. તેની ચર્ચા થતી નથી પરંતુ ઈશુદાને દારૂ પીધો છે તેની ચર્ચા થાય છે.

હું મારૂ બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવવાની માગણી કરું છું. મારી માગણી એવી છે જ્યાં ભાજપની સરકાર ના હોય ત્યાં મારો લાઈવ ડિટેક્ટર ટેસ્ટ થાય અને વીડિયો રેકોર્ડિંગ સાથે થાય. પણ અહીંયા ભાજપની સરકાર છે અને મેં જિંદગીમાં દારૂ નથી પીધો તો FSLમાં કઈ રીતે એવું આવે કે મેં દારૂ પીધો છે.

ઈશુદાન ગઢવીએ અંતમાં જણાવ્યુ હતું કે, હું એમ કહું છું કે, ગુજરાતની પ્રજા માટે લડવું એ ગુનો છે. મારા પર છેડતીનો આરોપ મુકયો, દારૂ પીધાનો આરોપ મુક્યો અને હવે શું તમે ડ્રગ્સ આરોપણ મૂકશો.

હું પૂરી નિષ્ઠાથી કહું છું કે હું જનતા માટે રાજનીતિમાં આવ્યો છું મને રાજનીતિનો શોખ નથી. ગરીબ હોય તેને ન્યાય નથી મળતો. જે રાજકારણમાં લાગવગણ ધરાવતા હોય તેને નોકરી મળી જાય અને બીજા લોકો કાર્યકર્તા બનીને ભટકે છે.

જે વિરોધ કરે છે તેને તમે સાબરમતી જેલમાં નાખી દો છો અને જેલમાં ગાંધીજીની આત્મકથા મેં વાંચી છે તેમાંથી મને પ્રોત્સાહન મળ્યું. આ લડાઈ ચાલુ છે.

હવે હું પોલીસ સ્ટેશનને રજૂ થવા જઈ રહ્યો છું અને મારી લીગલ ટીમે પણ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરી છે. હું પોલીસને તપાસમાં સાથ આપીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો જલ્દી-લોકડાઉન લાદવા મુદ્દે CM રૂપાણીની મહત્વની જાહેરાત…

Abhayam

સોનું અસલી છે કે નકલી?

Vivek Radadiya

જાણો કોણ છે આ ભાઈ

Vivek Radadiya