Abhayam News
AbhayamGujaratPolitics

ભારત ગરીબી પણ દૂર કરશે અને વિકસિત પણ બનશે: ગ્વાલિયરમાં પીએમ મોદીએ નવા ભારતની કલ્પના રજૂ કરી

ભારત ગરીબી પણ દૂર કરશે અને વિકસિત પણ બનશે

પીએમ મોદીએ કહ્યું કે, અમે એવો માહોલ આપવા માગીએ છીએ, જેમાં અવસરોની કમી ન હોય. મને યુવાનોના સામર્થ્ય પર વિશ્વાસ છે. તેમના સંકલ્પ સિદ્ધિમાં બદલાશે. આવનારા 25 વર્ષ જેટલા આપના માટે જરુરી છે, એટલા જ દેશ માટે પણ જરુરી છે ભારત ગરીબી પણ દૂર કરશે અને વિકસિત પણ બનશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે, આજે ભારત સફળતાની જે ઊંચાઈ પર છે. તે અભૂતપૂર્વ છે અને સમગ્ર વિશ્વમાં ભારતે ધાક જમાવેલી છે. તેમણે કહ્યું કે, 23 ઓગસ્ટે ભારત ચંદ્ર પર ત્યાં પહોંચી ગયું જ્યારે અત્યાર સુધી કોઈ દેશ નથી પહોંચી શક્યો. તેઓ અહીં ગ્વાલિયરના કિલ્લા પર આવેલી સિંધિયા સ્કૂલના 125માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતાં.ભારત ગરીબી પણ દૂર કરશે અને વિકસિત પણ બનશે

વડાપ્રધાન અહીં અઢી કલાક જેવું રોકાયા હતા. પીએમ મોદી 21 ઓક્ટોબરની સાંજે 4.30 કલાકે વાયુ સેવાના એરપોર્ટ પર ઉતર્યા અને અહીં થોડી મિનિટ રોકાયા બાદ 4.55 પર વાયુ સેવાના હેલીકોપ્ટરથી ગ્વાલિયરના ઐતિહાસિક કિલ્લા પર આવેલી સિંધિયા સ્કૂલ પહોંચ્યા હતા. પીએમ મોદી સાંજે 5.00 કલાકથી 6.30 કલાક સુધી સિંધિયા સ્કૂલના પરિસરમાં રોકાયા હતા. ગ્વાલિયર કિલ્લા પર આવેલા હેલીપેડ પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સિંધિયા સ્કૂલના ગવર્નિંગ બોડીના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે

પીએમ મોદીએ કહ્યું કે, પહેલા સેટેલાઈટ ફક્ત સરકાર બનાવતી હતી અથવા વિદેશથી મગાવતી હતી. અમે સ્પેસ સેક્ટરને તમારા જેવા યુવાનો માટે ખોલી દીધું. અમે ડિફેન્સ સેક્ટરને તમારા જેવા યુવાનો માટે ખોલી દીધું છે. આપને મેક ઈન ઈંડિયાના સંકલ્પને આગળ વધારવાનું છે. હંમેશા આઉટ ઓફ દ બોક્સ વિચારો.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. આજે ભારત ગ્લોબલ ફિનટેક એડોપ્શન રેટમાં નંબર 1 પર છે. આજે જ ગગનયાનના ક્રૂ એસ્કેપ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. આજે ભારત માટે કંઈ પણ અશક્ય નથી.

ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા

પીએમ મોદીએ કહ્યું કે, ભારત ગરીબી પણ દૂર કરશે અને વિકસિત પણ બનશે. આજનું ભારત જે પણ કરવા માગે તે મેગા સ્કેલ પર કરી રહ્યું છે. આપના સપના અને સંકલ્પ બંને મોટા હોવા જોઈએ. આપના સપના જ મારો સંકલ્પ છે.

પીએમ મોદીએ કહ્યું કે, અમે એવો માહોલ આપવા માગીએ છીએ, જેમાં અવસરોની કમી ન હોય. મને યુવાનોના સામર્થ્ય પર વિશ્વાસ છે. તેમના સંકલ્પ સિદ્ધિમાં બદલાશે. આવનારા 25 વર્ષ જેટલા આપના માટે જરુરી છે, એટલા જ દેશ માટે પણ જરુરી છે.

અમારી સરકાર દરમ્યાન ત્રિપલ તલ્લાકનો કાયદો બન્યો. નારી શક્તિ વંદન અધિનિયમ દાયકોથી પેન્ડિંગ હતું. હાલના દિવસોમાં અમારી સરકારે મોટા નિર્ણયો લીધા. જો અમારી સરકાર આ ન કરતી તો તેનો બોઝ આવનારી પેઢી પર થાત અને અમે આપનો આ બોઝ હળવો કરી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

નકલી સરકારી કચેરીમાં  થયા મહત્વના ખુલાસા

Vivek Radadiya

સરકાર ની બેદરકારી અને સજા લોકો :સેટીંગ કરનાર ને વેક્સીન નિર્દોષ ને ડંડા એક વ્યક્તિનું માથું ફૂટ્યું કોણ છે જવાબદાર ?..

Abhayam

ઈન્ડિયાની જીત પર  PM મોદીએ આપી શુભેચ્છા

Vivek Radadiya