ભારતીય જનતા પાર્ટી ટ્રેડર્સ વિંગના નેતા મરિયૂર રામદાસ ગણેશ અને તેના ભાઇ મરિયૂર રામદાસ સ્વામીનાથન પર 600 કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. તમિલનાડુના કુંભકોણમમાં બંનેના હેલિકોપ્ટર્સ બ્રધર્સ નામે પોસ્ટર છે. લોકોએ આ બંને ભાઇઓ સામે પોલીસ કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસે કેસ દાખલ કરી લીધો છે.

કંપનીમાં રોકાણ કરનાર એક દંપતિ જફરૂલ્લાહ અને ફૈરાઝ બાનોએ એસપી દેશમુખ શેખર સંજયની પાસે ફરિયાદ દાખલ કરાવી. દંપત્તિનું કહેવું છે કે તેમણે આ ભાઈઓની કંપનીમાં 15 કરોડ રૂપિયા જમા કર્યા હતા. પણ ક્યારેય વ્યાજના પૈસા પાછા મળ્યા નહીં. તેમણે આરોપ લગાવ્યો કે બંને ભાઇઓએ તેમને ધમકી આપી માટે તેમણે કેસ દાખલ કરાવ્યો છે.

આ બંને ભાઇઓએ વિક્ટ્રી ફાયનાન્સ નામથી એક નાણાકીય શાખા શરૂ કરી હતી અને 2019માં અર્જુન એવિએશન પ્રાઇવેટ લેમિટેડ નામની વિમાન કંપની રજિસ્ટર કરાવી. આ બંનેએ લોકો પાસેથી પૈસા ડબલ કરાવવાના નામે રોકાણ કરાવ્યું. બંનેએ આ વાયદો નિભાવ્યો. પણ કોરોના મહામારીના લીધે પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ. જ્યારે યોજનામાં રોકાણ કરનારા લોકોએ પૈસા માગ્યા તો ભાઇઓએ પેસા પાછા આપ્યા નહીં.
વધુ એક પૈસા જમા કરાવનાર વ્યક્તિ એસીએન રાજે કહ્યું, મેં મારી દીકરીના દાગીના ગીરવે મૂક્યા અને 10 લાખ મળ્યા. મિત્રો પાસેથી 40 લાખ રૂપિયા ઉધાર લીધા અને એક વર્ષની યોજનામાં ભાઇઓને 50 લાખ રૂપિયા આપ્યા. વ્યાજની સાથે મેં મારી મૂળ રકમ પણ ગુમાવી દીધી. હું સરકારને આગ્રહ કરું છું કે તેઓ કાર્યવાહી કરે અને પૈસા પાછા મેળવવામાં અમારી મદદ કરે.

પોલીસે અત્યાર સુધીમાં આ ભાઈઓની કંપનીના મેનેજર કહેવાતા એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. હાલમાં બંને ભાઇઓ ફરાર છે. વિવાદ પછી ભાજપાએ ગણેશને હટાવી દીધો છે. તંજાવુર(નોર્થ) ભાજપા નેતા એન સતીશ કુમારે 18 જુલાઇના રોજ એક નિવેદન બહાર પાડી કહ્યું કે ગણેશને તેના પદેથી હટાવી દેવામાં આવ્યો છે.

2019માં પોતાના બાળકની પહેલી વર્ષગાંઠ નિમિત્તે મરિયૂર રામદાસ ગણેશે હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરાવી હતી. ત્યારથી તેમને હેલિકોપ્ટર બ્રધર્સના નામે ઓળખવામાં આવે છે. તંજાવુર જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે બંને ભાઇઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત ધારાઓ 406, 420 અને 120(બી)હેઠળ FIR દાખલ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…