Abhayam News
Abhayam

આકર્ષક વળતર મેળવવાની લિંક પર ક્લિક કરતાં વિચારજો!

Consider clicking on the link to earn attractive returns!

આકર્ષક વળતર મેળવવાની લિંક પર ક્લિક કરતાં વિચારજો! ટેલિગ્રામથી રોકાણ કરો અને આકર્ષક વળતર મેળવવાની લિંકથી ચેતજો કારણે કે, ટેલિગ્રામથી રોકાણના નામે 2 કરોડ 46 લાખની ઠગાઇનો પર્દાફાશ થયો છે, અમદાવાદ અને સુરતના બે આરોપી ઝપાયા

  • આકર્ષક રોકાણની સ્કીમથી બચજો!
  • ટેલિગ્રામથી રોકાણના નામે 2.46 કરોડની ઠગાઇ
  • મેક માય ટ્રીપની હોટેલના રેટિંગ વધારવાના નામે ઠગાઇ
Consider clicking on the link to earn attractive returns!

ડીજીટલ યુગની બલિહારીરુપ સાયબર ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે આજકાલ ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે હાલ આવી જ એક ગુનાહિત પદ્ધિતી પ્રકાશમાં આવી છે. ટેલિગ્રામથી રોકાણ કરો અને આકર્ષક વળતર મેળવવા લાલચમાં જોજો તમે ક્યા ન આવી જતા. કારણે કે, આવી રીતે ટાર્ગેટ કરતા બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે

ઓનલાઈન ઠગાઈ કેસ
સાયબર ક્રાઇમની તપાસમાં ટેલીગ્રામ માધ્યમથી ઠગાઈ કરનાર મુખ્ય આરોપી સુરતનો વોન્ટેડ જયદીપ છે. જે ઓનલાઈન ઠગાઈ કેસમાં પંજાબ પોલીસે ધરપકડ કરી જેલમાં સજા કાપી રહ્યો છે. પરંતુ જેલમાં રહીને તેનો સાગરીત ઋતુલ કાનાબાર ઠગાઈના પૈસા અને બેંક એકાઉન્ટ મેનેજમેન્ટ કરતો હોવાનું સામે આવ્યું છે ત્યારે ઠગાઈ ના 2.46 કરોડ રૂપિયા માટે 29 જેટલા બેંક એકાઉન્ટ ઉપયોગ થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહિ પોલીસ તપાસમાં બેંક એકાઉન્ટ વિગત પરથી વધુ 20 ગુનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં અમદાવાદનાં બે અને અન્ય રાજ્યોના 18 ગુના ઓનલાઇન ફ્રોર્ડ નાં સામે આવ્યા છે. નોંધનીય છે કે બિહાર, રાજસ્થાન તેલંગાના,આંધ્રપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતનાં લોકો સાથે છેલ્લા દોઢ વર્ષથી રોકાણ કરવાના બહાને ઠગાઈ આચરે છે

અમદાવાદ અને સુરતના શખ્સો સકંજામાં 
ટેલિગ્રામથી રોકાણ કરો અને આકર્ષક વળતર મેળવવાની લિંકથી ચેતજો કારણે કે, ટેલિગ્રામથી રોકાણના નામે 2 કરોડ 46 લાખની ઠગાઇનો પર્દાફાશ થયો છે. હોટેલમાં રોકાણ કરવાના નામે ઠગાઇની ઘટના સામે આવી છે. અમદાવાદ અને સુરતના બે શખ્સોની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. મેક માય ટ્રીપની હોટેલના રેટિંગ વધારવાના નામે ઠગાઇ કરતા હતા, અત્રે જણાવીએ કે, સાયબર ક્રાઇમે આરોપીઓને ઝડપી 20 ગુનાનો ભેદ ઉકેલ્યો છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે

સાવચેત રહો
કોમ્પ્યુટર અથવા નેટવર્ક અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના ઉપયોગથી કોઈ પણ વ્યક્તિને નુકશાન કરવાના ઇરાદે કોઈ ગુનો કરે તેને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી કોઈ પણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધમકી, નાણાકીય ફ્રોડ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુનાનો સમાવેશ સાયબર ક્રાઇમમાં થાય છે. હાલના સમયે સોશિયલ હેરેસમેન્ટ અને નાણાકીય ફ્રોડના બનાવ વધુ બનતા હોય છે. જેને અટકાવવા ખૂબ જ જરૂરી છે. 

Consider clicking on the link to earn attractive returns!

અગાઉ અમદાવાદથી એક મોટું સાયબર જોબ સ્કેમ સામે આવ્યું હતું
અગાઉ અમદાવાદથી એક મોટું સાયબર જોબ સ્કેમ સામે આવ્યું હતું જેમાં એન્જિનિયરિંગના 60 જેટલાં વિદ્યાર્થીઓ આ સ્કેમના શિકાર બન્યા હતા. એલજે ઈન્સિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના વિવિધ એન્જિનિયરિંગના 60 જેટલાંને સાયબર ભેજાબાજોએ લાલચ આપી હતી કે, તેઓને પ્રતિષ્ઠિત પાવર જનરેશન કંપનીમાં ટ્રેઈની એન્જિનિયરની નોકરી આપવામાં આવશે. જેને લઈ આ વિદ્યાર્થીઓ પણ ભેજાબાજોની ચાલમાં ફસાઈ ગયા હતા. બાદમાં 75,000ની છેતરપિંડી થઈ હોવાનું ખૂલ્યું હતું.વિદ્યાર્થીઓએ જણાવ્યું કે,બદમાશોએ એલજે યુનિવર્સિટીના એક પ્રોફેસરને નોકરીની તક માટેનો મેસેજ મોકલ્યો હતો. જે બાદ પ્રોફેસરે પણ તમામ વિદ્યાર્થીઓને આ મેસેજ ફોરવર્ડ કર્યો હતો. જોકે બાદમાં નોકરીના કૌભાંડની શંકા ઊભી થઈ હતી. જેની તપાસમાં સમગ્ર કોભાંડ ઉઘાડું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

૭૭ IPS ઓફીસર ની થઇ બદલી સુરત ના નવા કલેક્ટર કોણ છે જાણો ?..

Abhayam

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

Vivek Radadiya

આગામી દિવસોમાં:-રાત્રી કર્ફ્યુને લઈને રાજ્યના ગૃહમંત્રીએ કરી મોટી જાહેરાત..

Abhayam