Abhayam News
AbhayamNews

ગુજરાતમાં આ તારીખથી લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન:-જાણો જલ્દી કોણે કહ્યું.?

ભારત દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે અને ઘણા લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોના બેડ ફૂલ થઈ રહ્યા છે અને ઓક્સિજનની ભરે અછત સર્જવા લાગી છે. ઘણા લોકો ઓક્સીજન ન મળવાના કારણે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં લોકડાઉન લગાવવાની માંગ ઉઠી છે. તો ચાલો જાણીએ ક્યાં નેતાએ લોકડાઉન લગાવવા માટે માંગ કરી છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે કેટલાક ધારાસભ્યો અને નેતાઓ લોકડાઉનની માંગ કરી રહ્યા છે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં વડોદરાના વધુ એક ધારાસભ્યએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી છે. વડોદરાના સયાજીગંજના ભાજપના ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ લોકડાઉન વિકલ્પ હોવાથી તેમને વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લેતા લોકડાઉનની માંગ કરી છે. ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ જણાવ્યું છે કે તેઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકડાઉન અંગે તેઓ વિજય રૂપાણીને પત્ર દ્વારા કે અન્ય રીતે રજૂઆત કરશે.

વડોદરાના સયાજીગંજના ભાજપના ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ તો ત્યાં સુધીની શક્યતા વ્યક્ત કરી છે કે આગામી 3 મે પછી ગુજરાત રાજ્યમાં ગમે ત્યારે લોકડાઉન આવી શકે છે. અગાઉ ઘણા નેતા અને ધારાસભ્ય લોકડાઉન અંગેની માંગ કરી ચુક્યા છે. ભાજપના ધારાસભ્યની આ માંગને કારણે અને વ્યક્ત કરેલી શક્યતાઓને કારણે લાગી રહ્યું છે કે 3 મે પછી ગમે ત્યારે લોકડાઉન થઈ શકે.

નોંધનીય બાબત એ છે કે, ગઈકાલે ગુજરાત રાજ્યમાં 14327 નવા કેસ નોંધાય ચુક્યા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જયારે છેલ્લા 26 કલાકમાં રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 180 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે.

Related posts

AAPનાં નેતા પર હુમલા બાદ ગૃહ વિભાગે લીધો મહત્વનો નિર્ણય…

Abhayam

જાણો:-ભારતીય ક્રિકેટરો દર કલાકે આટલા લાખ રૂપિયા કમાય છે.

Abhayam

દાતાઓની ભૂમિ કહેવાતી આ કર્ણની ભૂમિ માં આ બંને ભામાશા કોરોના દર્દીઓ માટે બન્યા દેવદૂતો…

Abhayam