Ahmedabad News: ગૂજરાત વિદ્યાપીઠમાં ગરબા મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને ગરબા ન રમવા સૂચના આપવામાં આવતા વિવાદ, વિદ્યાપીઠના કુલનાયકે જણાવ્યું કે, આ મુદ્દે મને કોઈ જાણ નથી
- ગૂજરાત વિદ્યાપીઠમાં વધુ એકવાર વિવાદ
- વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ
- મહોત્સવમાં વિદ્યાર્થિઓને ગરબા ન રમવા સૂચના
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં ગરબાને લઈને વિવાદ સર્જાયો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં નવરાત્રી મહોત્સવને લઈને નવા સત્તાધીશોની વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વચ્ચેની ભેદભાવભરી નીતિઓથી ભારે વિવાદ સર્જાયો છે. વિદ્યાપીઠ પરીસરમાં 50 વર્ષથી યોજાનારા ગરબા મહોત્સવમાં આ વખતે વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર સદંતર પ્રતિબંધ લાદવામાં આવતા વિદ્યાર્થિનીઓ લાલઘુમ થઈ ગઈ છે.
ગૃહમાતા દ્વારા અપાઈ ધમકી
ગૂજરાત વિદ્યાપીઠની વહીવટી તંત્રના નિર્ણયનો જો કોઈ વિદ્યાર્થિની વિરોધ કરશે તો તેને છાત્રાલયમાંથી કાઢી મુકવામાં આવશે તેવી ધમકીઓ પણ ગૃહમાતા દ્વારા આપવામાં આવી છે. આ અંગે વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ વિભાગના અધ્યક્ષોને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં અધ્યક્ષોએ પણ આ મુદ્દે મગનું નામ મરી પાડવાની તસ્દી લીધી નથી. ગુજરાત વિદ્યાપીઠના નવા વિવાદથી ચકચારી મચી ગઈ છે.
આ મુદ્દે મને કોઈ જ જાણ નથીઃ કુલનાયક
આ મામલે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકે જણાવ્યું કે, નવરાત્રીનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. આ મામલે મને કોઈ જ જાણ નથી. તો કન્યા છાત્રલયના ગૃહમાતા રીટબેન પટેલે જણાવ્યું કે, મને પણ આ મામલે કઈ જ ખબર નથી, તમે વાઈસ ચાન્સેલરને જઈને પૂછો.
કેમ્પસમાં 50 વર્ષથી કરાય છે ગરબાનું આયોજન
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાપીઠના કુમાર વિનયમંદિર સ્કૂલના કેમ્પસમાં છેલ્લા 50 વર્ષથી નવારાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ભાગ લેતા હોય છે. જેમાં સૌથી પહેલા વિદ્યાર્થિનીઓ દ્વારા ગરબા રમવામાં આવે છે. 11 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીઓના ગરબા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ગરબા યોજાય છે. પરંતુ આ વખતે અચાનક જ છાત્રાલયમાં ગૃહમાતા દ્વારા વિદ્યાર્થિનીઓના ગરબા ગાવા જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…