Abhayam News
AbhayamGujaratNews

GPSCની ક્લાસ 1-2 ની ડિસેમ્બરમાં યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર

GPSCની ક્લાસ 1-2 GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) દ્વારા અગત્યની પરીક્ષાની તારીખમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. જીપીએસસીની ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પરીક્ષા વર્ષ 2023ના અંતમાં યોજાવાની હતી તે હવે આગામી વર્ષે શરુઆતના પખવાડિયામાં યોજાશે. પ્રાથમિક કસોટીની તારીખ અને ક્લાસ-1/2ની પરીક્ષાની રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓએ હવે લગભગ 30 દિવસ કરતા વધુ સમય રાહ જોવી પડશે. આ પરીક્ષા રદ્દ કરવા પાછળનું કારણ અન્ય પરીક્ષા હોવાનું પણ જીપીએસસી દ્વારા જણાવવામાં આવ્યું છે.

GPSCની ક્લાસ 1-2

જીપીએસસીની જાહેરાત ક્રમાંક 47/2023-24 ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 પ્રાથમિક પરીક્ષા 3 ડિસેમ્બર 2023ના રોજ યોજાવાની હતી તે હવે આગામી વર્ષે 7 જાન્યુઆરી 2024ના રોજ યોજવામાં આવશે.

ઉપર જણાવેલી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું કારણ રજૂ કરીને જીપીએસસીએ જાહેરાતમાં જણાવ્યું છે કે, તારીખ 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2023 દરમિયાન યુપીએસસી (Union Public Service Commission)ની ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS)ની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારણે જીપીએસસીની ક્લાસ 1-2ની મહત્વની પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે જે ઉમેદવારો યુપીએસસીની મેઈન્સમાં બેસવાના હશે અને જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષા માટે તૈયારી કરી હશે તેમને રાહત રહેશે, આ સાથે ઉમેદવારોને જીપીએસસીની મહત્વની પરીક્ષાની તૈયારી કરવા માટે એક મહિનાનો વધુ સમય પણ મળી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ધોરાજીના ખેડૂતે ખેતરમાં જ ડુંગળીના ઢગલામાં લગાવી સમાધિ

Vivek Radadiya

મિચેલ સ્ટાર્કે પેટ કમિન્સનો તોડ્યો રેકોર્ડ

Vivek Radadiya

NGTએ ગુજરાત સરકારને ફટકાર્યો 2100 કરોડનો દંડ

Vivek Radadiya