Abhayam News
AbhayamGujaratLawsNews

બજારમાં બેફામ રીતે વેચાઈ રહ્યા છે નકલી ચોખા!

બજારમાં બેફામ રીતે વેચાઈ રહ્યા છે નકલી ચોખા! ભારતમાં ભોજનની થાળી હોય અને તેમાં ભાત ન હોય તેવું બને જ નહીં. ભાત વગર તો આપણે ત્યાં ભોજનને અધૂરું ગણવામાં આવે છે. તો વિશ્વમાં ચોખા માટે ભારત જ સૌથી મોટું એક્સપોર્ટર પણ છે. વિશ્વના કુલ ચોખા એક્સપોર્ટમાં ભારતની ભાગીદારી 40 ટકા છે. જ્યારે વિશ્વમાં કુલ ચોખા ઉત્પાદનમાં ભારત 26 ટકા સાથે બીજો સૌથી મોટો ચોખા ઉત્પાદન કરતો દેશ છે. જ્યારે 29 ટકા સાથે ચીન ચોખા ઉત્પાદનમાં પહેલો દેશ છે. આ તમામ તથ્યો વચ્ચે હવે પ્લાસ્ટિકના ચોખાને લઈને સવાલ ઉભા થી રહ્યા છે.

બજારમાં બેફામ રીતે વેચાઈ રહ્યા છે નકલી ચોખા!

હકીકત કંઈક એવી છે કે અત્યાર સુધી નકલી દૂધ, નકલી તેલ અને નકલી ઘી વિશે તો ખૂબ જ સાંભળ્યું હશે પરંતુ હવે બજારમાં પ્લાસ્ટિકના ચોખા પણ આવી ગયા છે. જે એકદમ અસલી ચોખા જેવા દેખયા છે અને તેને અસલી ચોખા સાથે ભેળસેળ કરી દેવામાં આવે છે. તેવામાં નકલી ચોખાના રિપોર્ટથી ઘણાં લોકો ચિંતામાં પડી ગયા છે. કે પોતે તો ક્યાંક આવા ચોખા ખાવાના શિકાર નથી બન્યા ને. તો બીજી તરફ ખેડૂત પણ ચિંતામાં છે કે ક્યાંક તેમને આવા ભેળસેળ યુક્ત ચોખાનું બિયારણ તો નથી આવી ગયું ને, કારણ કે આ બંને સ્થિતિમાં લોકોને આરોગ્યનું અને ખેડૂતને રુપિયાનું ખૂબ જ મોટું નુકસા થઈ શકે છે.

જોકે પ્લાસ્ટિક ચોખાની વાત કેટલી સાચી છે તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી ત્યાં સુધી તેને અફવા જ ગણી શકાય, પરંતુ તેમ છતાં તમારી પોતાની સાવધાની માટે એ સમજી અને જાણી લેવું જોઈએ કે અસલી ચોખાની ગુણવત્તાને કેવી રીતે ચેક કરી શકાય? જેથી જો ખરેખર આવા નકલી ચોખા આવી ગયા હોય તો તમે અસલી અને નકલી ચોખા વચ્ચે અંતર કરી શકો. ઘરબેઠાં આ ચેક કરવા માટે પાંચ રીત છે.

પાણી દ્વારા ટેસ્ટ

પાણી દ્વારા ટેસ્ટઃ જો તમને ચોખામાં ભેળસેળની શંકા હોય તો એક મોટી ચમચી ભરીને ચોખા લો અને તેને એક ગ્લાસમાં પાણી ભરી તેમાં નાખો. પછી ગ્લાસને સતત થોડી મિનિટો માટે હલાવો, જો ચોખા પાણીની ઉપર તરવા લાગે તો સમજી લે જો ચોખા 100 ટકા નકલી છે. કારણ કે અસલી ચોખા ક્યારેય પાણીની ઉપર તરતાં નથી તે ડૂબી જાય છે.

ગરમ તેલની ટેસ્ટ

ગરમ તેલની ટેસ્ટઃ એક કપમાં તેલ ખૂબ ગરમ કરો, પછી તેમાં લગભગ અડધો કમ ચોખા નાખો. જો પ્લાસ્ટિકવાળા ચોખાની ભેળસેળ હશે તો તે ઓગળી જશે અને એકબીજા સાથે ચોટી જશે. તેમજ કપની ચારે તરફ કે પછી નીચે તળીયામાં ચોટી જશે.

આગ દ્વારા ટેસ્ટ

આગ દ્વારા ટેસ્ટઃ એક મુઠ્ઠી ચોખા લો અને તેને એક કાગળ પર રાખો. હવે કાગળને સળગાવો, જો પ્લાસ્ટિકના ચોખા હશે તો પ્લાસ્ટિકના બળવા જેવી વાસ આવશે.

પાણીમાં ઉકાળવાની ટેસ્ટઃ

પાણીમાં ઉકાળવાની ટેસ્ટઃ એક મોટા વાસણમાં બે મુઠ્ટી ચોખા લો અને તેને ઉકાળો, હવે જો ચોખામાં ભેળસેળ હશે કે પ્લાસ્ટિક હશે તો પાણીની સપાટી પર પ્લાસ્ટિક મટેરિયલની છારી જેવું બાઝેલું જોવા મળશે.

ફૂગ દ્વારા ટેસ્ટઃ

ફૂગ દ્વારા ટેસ્ટઃ જો આટલું કર્યા પછી પણ તમને શક હોય કે ચોખામાં કંઈક ભેળસેળ છે તો આ ચોખાને એક બોટલમાં બંધ કરીને 3 દિવસ રાખી દો. આ દરમિયાન ચોખામાં ફૂગ જેવું થવા લાગે તો સમજવું કે તે અસલી છે કારણ કે પ્લાસ્ટિકના ચોખામાં ફૂગ લાગતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

પાટણ તાલુકાનાં સંડેર ખાતે 100 કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર ખોડલધામનાં ખાતમુર્હત

Vivek Radadiya

દુનિયાનો ત્રીજો સૌથી મોટો ડાયમંડ આ દેશમાંથી મળ્યો , જાણો આટલા કેરેટનો છે..

Abhayam

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને કર્યા નમન

Vivek Radadiya

1 comment

Comments are closed.