Abhayam News
AbhayamBusinessGujarat

વિદેશ જવું છે? સરકાર પાસેથી મળી શકે છે આર્થિક મદદ

Government of Gujarat Loan for Foreign Study: જેમને વિદેશ ભણવા જવું છે પરંતુ પરિવારમાં આર્થિક સંકળામણ હોય તેવા વિદ્યાર્થીઓ સરકાર પાસેથી ઓછા વ્યાજદરવાળી લોનની મદદ મેળવી શકે છે. એક ઘરમાંથી બે વ્યક્તિ વિદેશ જઈ રહી હોય તેવા કિસ્સામાં બન્નેને પણ લોન મળી શકે છે. આ માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આપવામાં આવેલા માહિતી અહીં પૂરી પાડવામાં આવી છે.

જો તમારે વિદેશ ભણવા જવું હોય પરંતુ તમારી આર્થિક સ્થિતિ એટલી સારી ન હોય તો તમને સરકાર તરફથી પણ મદદ મળી શકે છે. આ માટે તમને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મદદ મળી શકે છે. જેમાં વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની નીચા દરે લોન આપવામાં આવે છે. આ લોનની મદદ મેળવવા માટે તમારે એક અરજી કરવાની રહેશે અને તેના માટે શું જરુરી છે તેની માહિતી અહીં પૂરી પાડવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવા માગે છે પરંતુ આર્થિક રીતે તેમનો પરિવાર સક્ષમ ન હોય તે વિદ્યાર્થીઓેને લોનની મદદ કરવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓ તથા તેમના દીકરા-દીકરી વિદેશ જવા માગે છે તેમણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરુરી છે.

વિદેશ જવું હોય પરંતુ આર્થિક રીતે સક્ષમ ન હોય તેમને ગુજરાત સરકાર તરફથી વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત ઓછા વ્યાજે 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. જેનો દર 4 ટકા લેખે સાદું વ્યાજ હોય છે. આ યોજના અંતર્ગત બજેટની ઉપલબ્ધતા હશે તો તેને ધ્યાનમાં રાખીને એક જ પરિવારના બીજા સભ્યને પણ આ લાભ મળે છે.

આ માટે તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કેટલીક જરુરી માહિતી આપવામાં આવી છે જેમાં જે વ્યક્તિને વિદેશ જવા માટે લોનની જરુર હોય તેમણે નીચે પ્રમાણેના આધારો રજૂ કરવા પડશે. આ સાથે અરજી સાથે નોંધ પણ આપવામાં આવી છે કે, રજૂ કરેલા ફોર્મમાં ખૂટતી વિગતો માટે માંગેલ પૂર્તતા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પૂર્તતા માટે પરત કરવામાં આવેલ અરજીઓ સમયમર્યાદામાં પૂર્તતા પૂર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી નામંજૂર કરવામાં આવશે.

આ માટે તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કેટલીક જરુરી માહિતી આપવામાં આવી છે જેમાં જે વ્યક્તિને વિદેશ જવા માટે લોનની જરુર હોય તેમણે નીચે પ્રમાણેના આધારો રજૂ કરવા પડશે. આ સાથે અરજી સાથે નોંધ પણ આપવામાં આવી છે કે, રજૂ કરેલા ફોર્મમાં ખૂટતી વિગતો માટે માંગેલ પૂર્તતા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પૂર્તતા માટે પરત કરવામાં આવેલ અરજીઓ સમયમર્યાદામાં પૂર્તતા પૂર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી નામંજૂર કરવામાં આવશે.

મહત્વના આધાર રજૂ કરવાના છે તેની વિગતો

 • શાળા છોડ્યાનો દાખલો (લિવીંગ સર્ટીફીકેટ)
 • આધાર કાર્ડ
 • રેશનકાર્ડ
 • રહેઠાણનો પુરાવો
 • બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર
 • કુટુંબની આવકનું પ્રમાણ૫ત્ર
 • આઇ. ટી. રીટર્ન (computation) /સ્વઘોષણા પત્ર
 • ઘોરણ 10 અને 12ની માર્કશીટ/ડીપ્લોમા સર્ટી
 • સ્નાતકકક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટી
 • ધોરણ 12/સ્નાતક થયાથી અરજીની તારીખ વચ્ચે અભ્યાસ કરેલ હોય તો તે અંગેનો આધાર (જો હોય તો)
 • વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન
 • લેટર (કોર્સના સમયગાળાના ઉલ્લેખ સાથે)
 • એડમિશન લેટર અંગ્રેજી ભાષા સિવાયનો હોય તો તેવા લેટરનું અંગ્રેજી ભાષાંતર નોટરાઇઝડ કરાવી રજુ કરવું
 • જો આ૫ના અભ્યાસક્રમમાં સ્નાતક/અનુસ્નાતક/માસ્ટર કે PG ડીપ્લોમાના કોર્સ અંગેની સ્પષ્ટતા ન હોય તેવા સંજોગોમાં તે પ્રકારનાં અભ્યાસક્રમ હોવાની કોલેજ/યુનિવર્સિટીની સ્પષ્ટતાનો આધાર
 • પ્રતિવર્ષ ભરવાની થતી/ભરેલી ફીનો પુરાવો અને સમગ્ર કોર્ષની ફીનું માળખું
  પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ પત્ર (પરિશિષ્ટ-૧ મુજબ) (મિલ્કતના એકથી વધુ ધારણકર્તા હોય તેવા કિસ્સામાં તમામ ધારણકર્તાની સંમતિ સહિતનું પરિશિષ્ટ-૧. જો મિલ્કતના સહ ધારણ હોય તો એ કુલ મુખ્યતારનામું આપેલ હોય તો તેવું કુલ મુખ્યતારનામું Upload કરવું)
  પિતા/વાલીની મિલકત વેલ્યુએશન સર્ટી (મિલકતના ફોટા સહિત)અને મિલકતના આધારો
 • મિલકતનું ટાઈટલ ક્લીયર સર્ટી
 • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ (આઇ.એફ.સી કોડ સહિત)
 • લોન પરત ભરપાઈ માટેની સંયુકત બાંહેધરીપત્રક(પરિશિષ્ટ-૨ મુજબ)
  પાસપોર્ટ
 • જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રીનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
 • વિઝા
 • એર ટિકિટ

જેઓ આ લોન મેળવવા માગે છે તેમણે નીચે મુજબની શરતોનું પણ પાલન કરવું પડશે. માટે જો તમે સરકાર પાસેથી વિદેશ અભ્યાસ લોન સહાય મેળવવા માગતા હોય તો નીચે જણાવેલી વિગતોનો ખાસ અભ્યાસ કરવો જરુરી છે

 • વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અરજી કરવા માટે અત્રેનું પોર્ટલ વર્ષ દરમ્યાન સતત રીતે ચાલુ રહેશે.
 • ઓનલાઈન અરજી કરતા સમયે અરજદારશ્રી દ્વારા રજૂ કરેલ મોબાઈલ નંબર તેમજ ઈમેઈલ આઈ.ડી. અરજદારશ્રી/વાલીનું પોતાનું જ આપવાનું રહેશે તેમજ લોન મુદત પૂર્ણ ન થાય ત્યા સુધી સક્રીય રાખવાનું ફરજીયાત રહેશે.
 • વર્ષ ૨૦૨૩-૨૪ માટે વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ૨૦૦૦ લાભાર્થીઓનું ભૌતિક લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (Gujcat) માટેના ફોમ ભરવાની મુદ્દત લંબાવાઈ….

Abhayam

IPL 2022: IPLમાં શામેલ થશે અમદાવાદની ટીમ?

Abhayam

ગુજરાતમાં કોરોના બેકાબુ: આજ સાંજ સુધીમાં લાગી શકે છે લોકડાઉન, અત્યારે જ બોલાવાઈ હાઈલેવલની મીટિંગ…

Abhayam