ગીર ગામમાં ગાંજાનું દૂષણ રાજ્યમાં ઠેર ઠેર એસઓજી પોલીસના દરોડા યથાવત છે. એસઓજીની ટીમ પ્રતિબંધિત પદાર્થ અને કેફી પીણા પર એક્શન લઇ રહી છે
ગીર ગામમાં ગાંજાનું દૂષણ
Gir Somnath News: ફરી એકવાર એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરતાં ગાંજાની ખેતી કરતા યુવકને ઝડપા પાડ્યો છે, ગીર સોમનાથમાં એસઓજીના દરોડા દરમિયાન એક ગામમાંથી 114 ગાંજાના છોડ સાથે યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો, આની રકમ અંદાજિત અઢી લાખથી વધુ છે.
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ઠેર ઠેર એસઓજી પોલીસના દરોડા યથાવત છે. એસઓજીની ટીમ પ્રતિબંધિત પદાર્થ અને કેફી પીણા પર એક્શન લઇ રહી છે, હાલમાં જ મળતી ગીર સોમનાથમાં એસઓજીની ટીમે મોટા દરોડા પાડ્યા જેમાં જિલ્લાના ઉનાના એલમપુર ગામમાંથી 51 કિલો ગાંજાનો છોડ જપ્ત કર્યા હતા. જિલ્લાના ઉનાના એલમપુર ગામે ગાંજાની ખેતી ઝડપાઇ છે. એસઓજીએ બીજલભાઇ ભીમાભાઇ બામણીયા નામના આરોપીને ગામમાં ગાંજાની ખેતી કરતાં ઝડપી પાડ્યો છે, આરોપી પાસેથી 114 ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતુ, જેની અંદાજિત કિંમત 2 લાખ 95 હજાર રૂપિયા થાય છે. આરોપી છેલ્લા અઢી મહિનાથી ગામમાં ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો, જપ્ત કરાયેલા ગાંજાના છોડ 51 કિલો જેટલા છે.
બીજી તરફ સુરતમાં ઓલપાડના સાયણ એવરવિલામાંથી ગાંજો ઝડપાયો હતો. SOG પોલીસે રેડ કરી 787.226 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો અને પોલીસે ટ્રક ચાલક સહિત સંડોવાયેલા 3 આરોપીને વૉન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ટ્રક, મોબાઈલ, 78 લાખ રૂપિયાનો ગાંજાના જથ્થો સહિત 88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગઈકાલે રાજકોટમાં ધોરાજીના સુપેડી ગામેથી ગાંજાના છોડનું વાવેતર ઝડપાયું હતું. દુદાભાઈ સગારકા નામના શખ્સે ગાંજાના છોડનું વાવેતર કર્યુ હતું. તો તાપીમાં ડોલવણ તાલુકાના ધાંગધર ગામે રેડ કરી આરોપીના ઘરની પાછળ આવેલ ખેતરમાંથી ગાંજાના ચાર છોડ ઝડપી લીધા હતા અને એક આરોપીને કુલ 73 હજારના મુદ્દામાલ સાથે ઝડપી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……