Abhayam News
AbhayamNews

હવે થી દર સોમવારે સુરતમાં આ વેપારીઓને કોરોના ટેસ્ટ કરાવવો પડશે..

સુરતમાં જે વેપારીઓ પાસે સફેદ કલરના કાર્ડ છે તે વેપારીઓએ દર સોમવારે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને કોરોના ટેસ્ટનું રીઝલ્ટ શું આવ્યું તે વેપારીએ સફેદ કાર્ડમાં લખવાનું રહેશે

સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં જે વેપારીને કોરોના ન થયો હોય અને વેપારીએ કોરોના વેક્સીન ન લીધી હોય તેવા વેપારીઓએ અઠવાડિયામાં એક વખત કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. એટલે કે હવે સુરતમાં વેપારીઓને જો દુકાન શરૂ રાખવી હશે તો તેમણે ફરજિયાત કોવિડ હેલ્થ કાર્ડ લેવું પડશે.

એવી પણ માહિતી મળી રહી છે કે, સુરતમાં 1 લાખ જેટલા વેપારીઓએ અત્યાર સુધીમાં હેલ્થકાર્ડ લીધા છે અને એક લાખ જેટલા વેપારીઓએ હેલ્થકાર્ડ લેવાના બાકી છે. હેલ્થકાર્ડ ધારક એટલે કે જે વેપારીએ વેક્સીન લીધી છે તે વેપારીને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે એટલે કે તે વેપારી સુરક્ષિત છે. અત્યાર સુધીમાં સાઉથ ઈસ્ટ ઝોનમાં 26610 વેપારીઓએ હેલ્થ કાર્ડ લીધા છે જે સૌથી વધારે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાનું સંક્રમણ રોકવા માટે હેલ્થ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે. વેપારી કારણે દુકાનમાં જતા ગ્રાહકોને ચેપ ન લાગે તે માટે સફેદ અને ગ્રીન કાર્ડ બનાવવામાં આવ્યા છે. જે વેપારીએ વેક્સીનનો પહેલો અને બીજો બંને ડોઝ લીધા છે તેમને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. જે વેપારીએ કોરોના વેક્સીન લીધી નથી તેને સફેદ કલરનું કાર્ડ આપવામાં આવશે.

વેપારીઓને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા બે પ્રકારના હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં એક કાર્ડમાં વ્યક્તિએ કોરોના ટેસ્ટ ક્યારે ક્યારે કરાવ્યો છે અને તેનું રીઝલ્ટ શું આવ્યું છે તેની તમામ વિગતોનો ઉલ્લેખ થશે અને બીજા કાર્ડમાં વેપારીએ વેક્સીન લીધી છે કે કેમ તે બાબતેની માહિતી તેમાં લખવામાં આવશે

સુરત મહાનગરપાલિકા અત્યાર સુધીમાં 87042 જેટલા હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે વેપારીઓના કાર્ડ ઇસ્યુ થયા છે તેમને આ કાર્ડ ફરજિયાત પોતાની દુકાને લગાવવાના રહેશે. પાલિકા દ્વારા આ બાબતે અચાનક તપાસ કરવામાં આવશે અને જો વેપારીની ભૂલ જણાશે તો વેપારીને પહેલા સમજ આપવામાં આવશે અને ત્યારબાદ તેની પાસેથી દંડ વસૂલાત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ રેકેટ!

Vivek Radadiya

ગિરનારની લીલી પરિક્રમા ના પડાવ

Vivek Radadiya

આ કંપની એ 300 ટકા ડિવિડન્ડ ની જાહેરાત કરી

Vivek Radadiya

1 comment

Comments are closed.