કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવશે. ઓનલાઇન અભ્યાસ દરમિયાન પણ કેટલીક શાળાના સંચાલકો વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી વધારે ફીની માગણી કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ બાબતે વાલીઓએ શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદની 300 કરતાં વધુ શાળાઓએ વાલીઓને રાહત થાય તેવો નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરની 300 કરતાં વધુ શાળાઓએ જે બાળકોના માતા-પિતા કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોની ફી બે વર્ષ સુધી માફ કરવાનો નિર્ણય કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ અભિયાન અંતર્ગત કોરોનાના કારણે મૃત્યુ પામેલા માતા-પિતાના બાળકોને બે વર્ષ માટે એટલે કે 19-20 તથા 20-21 સુધી અમદાવાદની શાળાઓ નિશુલ્ક શિક્ષણ પૂરું પાડશે. બાળકનાં માતા-પિતાને કોરોના થાય તો તે મહિનાની માસિક ફીમાં પણ માફી આપવામાં આવશે. એટલે કોરોનાના કારણે કોઈ પણ બાળકના અભ્યાસ પર માઠી અસર ન પડે તે સુનિશ્ચિત કરીને બનતી સહાય કરવાના અભિયાનમાં સંચાલક મંડળના મિત્રોની લાગણી છે.

અમદાવાદની ખાનગી શાળા સંચાલકોની એક ઓનલાઇન બેઠક મળી હતી અને આ બેઠકમાં કોરોનાની મહામારી વચ્ચે જે બાળકોના માતા પિતા મૃત્યુ પામ્યા છે તેવા બાળકોને રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા પ્રેસનોટ જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાના કાળમાં કપરા સમયમાં આપણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ પરંતુ જે બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તેમની મનોદશા અકલ્પનીય છે. તેમને પડેલી ખોટ આપણે ક્યારે કોઈ પણ રીતે ભરપાઈ કરી શકીએ તેમ નથી. આવા ભૂલકાઓનું શિક્ષણ અવિરત ચાલુ રહે તે પ્રાથમિકતા સમજી અમદાવાદ શાળા સંચાલક મંડળ એક અભિયાન સંગાથની શરૂઆત કરવા જઈ રહ્યું છે.
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળની સાથે 300 કરતાં વધુ શાળાના સંચાલકો જોડાયેલા છે. આ જ કારણે અમદાવાદની 300 કરતાં વધારે શાળાઓ કોરોનાના કારણે જે બાળકોના માતા પિતાના અવસાન થયા છે તે બાળકોને બે વર્ષ સુધી એક પણ રૂપિયાની ફી લીધા વગર શિક્ષણ આપશે.
જો કે, સુરતની પણ એક શાળાએ કોરોનાના કારણે બાળકોના પિતાનું અવશાન થયું હોય તો તેમણે ધોરણ 12 સુધી નિશુલ્ક શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે..