Abhayam News
InspirationalNational Heroes

દેશપ્રેમ :: પુલવામાં એટેકમાં શહીદ થયેલ મેજરના પત્ની આર્મીમાં જોડાયા

14મી ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કશ્મીરના પુલવામા એટેકમાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલનો મૃતદેહ એમના ઘરે લાવવામાં આવ્યો ત્યારે મેજર વી.એસ.ઢોંડિયાલના પત્ની નિકિતા કૌર મૌન બનીને પતિના મૃતદેહને જોતા રહ્યા. આંખમાંથી આંસુનું ટીપું પાડ્યા વગર એ સતત શહીદ પતિના મૃતદેહને જોઈ રહ્યા હતા. બંને વચ્ચે કોઈ મૌન સંવાદ ચાલતો હતો.

લગ્નને હજુ તો માત્ર 9 મહિનાનો સમય વીત્યો હતો. હજુ તો દામ્પત્યજીવનનો પ્રારંભ થયો હતો ત્યાં આ ઘટના ઘટી. નિકિતા કૌરે પતિના શબ પાસે જ એક સંકલ્પ કર્યો. ‘રાષ્ટ્રરક્ષાના તમારા કામને હવે હું આગળ ધપાવીશ. તમારા સ્થાને ભારતીય સેનામાં હું કામ કરૂં એ જ તમને સાચી શ્રદ્ધાંજલિ છે.

ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનો નિકિતાએ તે જ ક્ષણે નિર્ણય કરી લીધો. નિકિતા કૌર દિલ્લીની એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતી હતી. લાખો રૂપિયાના પગાર વાળી એ સુંવાળી નોકરી છોડીને નિકિતા આર્મી ઓફિસર બનવા તે માટેની પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ. પરીક્ષા પાસ પણ કરી અને ચેન્નઈ ખાતે આવેલા ટ્રેનિંગ સેન્ટરમાં 1 વર્ષની ટ્રેનિંગ પણ પૂરી કરી.

ગઈકાલે શનિવારે ભારતની આ વિરાંગનાએ આર્મી ઓફિસરનો યુનિફોર્મ પહેરીને વિધિવત રીતે ભારતીય સેના જોઈન કરી. પતિ મેજર વી.એસ.ઢોંડિયાલના પાર્થિવ શરીર પાસે બે વર્ષ પહેલાં કરેલો સંકલ્પ પૂર્ણ કરીને શૌર્યવીર ચંદ્રક વિજેતા પતિને છાજે એવી શ્રદ્ધાંજલિ આપી.જગદંબા તને સો સો સલામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

હિમવર્ષામાં પણ જવાન ખડેપગે,જુસ્સો અકબંધ

Abhayam

જૂનાગઢવાસીઓની આઝાદી નો ઇતિહાસ

Vivek Radadiya

ઈતિહાસ :: ગામડાની એક સવાર

Abhayam