Abhayam News
AbhayamSports

ICCએ ખેલાડી પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ

ICC banned the player for 6 years abhayam news

ICCએ ખેલાડી પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભ્રષ્ટાચાર સામે મહત્ત્વપૂર્ણ પગલું લેતા પૂર્વ ક્રિકેટર માર્લોન સેમુઅલ્સ પર 6 વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. માર્લોન સેમુઅલ્સ પર એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન કોડનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ICCના એચઆર અને ઈંટીગ્રિટી યુનિટના પ્રમુખ એલેક્સ માર્શલે ગુરુવારે સેમુઅલ્સ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. 

ICC banned the player for 6 years abhayam news

એલેક્સ માર્શલે જણાવ્યું કે, ‘સેમુઅલ્સે બે દાયકા સુધી ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન અનેક ભ્રષ્ટાચાર વિરોધી સત્રમાં ભાગ લીધો. સેમુઅલ્સ રિટાયર થઈ ગયા છે, પરંતુ જ્યારે અપરાધ કર્યા ત્યારે તેઓ એક પ્રતિભાગી હતા. આ 6 વર્ષનો પ્રતિબંધ નિયમો તોડનાર ઈરાદો રાખનાર કોઈપણ ખેલાડી માટે એક મજબૂત નિવારક તરીકે કામ કરશે.’ 

ICCએ ખેલાડી પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ

ICC banned the player for 6 years abhayam news

ICCએ 2021માં આરોપ લગાવ્યા હતા
ICCએ સપ્ટેમ્બર 2021માં સેમુઅલ્સ પર આરોપ લગાવ્યા હતા. આ આરોપ અનુસાર સેમુઅલ્સે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાની ધારા 2.4.2, 2.4.3, 2.4.6 અને 2.4.7નું ઉલ્લંઘન કર્યું છે. ભ્રષ્ટાચાર નિવારક અધિકારીઓને ગિફ્ટ, ચૂકવણી, આતિથ્ય તથા અન્ય ફાયદાની જાણકારી આપવામાં ના આવે તેના પર આ ધારાઓ આધારિત છે. તપાસમાં સહયોગ ના આપવા બદલ અને જાણકારી છુપાવવા બદલવા આ ધારાઓ લગાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

 

Related posts

લાખો કર્મચારીઓનાં હિતમાં રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો વિગત…

Abhayam

પરમવીર ચક્ર ભાગ-2 “મેજર સૈતાન સિંઘ ભાટી”

Abhayam

Kisan Credit Card:સસ્તા વ્યાજ દરે ખેડૂતેને મળે છે લોન

Vivek Radadiya