Abhayam News
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલ એ મુખ્યમંત્રી ને પત્ર લખી શું કહ્યું…?

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રીજી લહેરની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને કેવી કામગીરી કરવી જોઈએ તે બાબતે પણ પત્રમાં એક સલાહ આપી હતી. 

હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોનાનું સંક્રમણ સતત વધતું રહ્યું હતું. જેથી ઘણા બધા પરિવારો આર્થિક રીતે ભાંગી પડ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હજુ આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રીજી લહેર આવે તો તેમાં લોકોને ઓછામાં ઓછી હાલાકીનો સામનો કરવો પડે અને ઓછામાં ઓછા લોકો મૃત્યુ પામે તે માટે હાથવગું હથિયાર જો કોઈ હોય તો તે એકમાત્ર કોરોના વેક્સીન છે. જેથી કરીને ગુજરાતના દરેક ગામડા અને શહેરમાં ઝડપથી વધુમાં વધુ લોકોને વેક્સીન મૂકવામાં આવે તેવું આયોજન ગુજરાત સરકાર દ્વારા ઝડપથી કરવામાં આવે તે અનિવાર્ય છે.

હાર્દિક પટેલે એવું પણ લખ્યું હતું કે, પંજાબ સરકારના તર્જ પર ગુજરાત સરકાર પણ ગામડાઓમાં 100 ટકા વેક્સીનેશનનું કામ થાય તે માટે કામ કરવું જોઈએ. હું સરકારને સલાહ નથી આપતો પરંતુ જો સરકાર આ જાહેરાત કરે કે જે ગામમાં 100 ટકા વેક્સીનેશનની પ્રક્રિયા થશે તે ગામના વિકાસ માટે પાંચ લાખ રૂપિયાથી વધુની ગ્રાન્ટ આપવામાં આવશે. આ જાહેરાતથી કોરોના સામે લડાઈ મજબૂત બનશે અને વિકાસના કામમાં પણ વધારો થશે.

હાર્દિક પટેલે વધુમાં લખ્યું હતું કે, ગુજરાત સરકાર કોરોનાની ત્રીજી લહેરને લઈને ગંભીર ન હોય તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. આગામી સમયમાં આવનાર કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અત્યારથી જ અસરકારક પગલાં જો સરકાર દ્વારા લેવામાં આવશે તો જ સારા પરિણામો મેળવી શકાશે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહની સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારો કોરોના મુક્ત થાય તે માટેની કામગીરી સારામાં સારી રીતે કરવામાં આવી છે અને તેમને જાહેરાત કરી હતી કે જે ગામમાં 100 ટકા વેક્સીનેશન થશે તે ગામના વિકાસ માટે વધારે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે અને જે તે ગામને કોરોનાની સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હન સ્ટારબક્સના નવા CEO બન્યા

Archita Kakadiya

વોટ્સએપની મદદથી જાહેર પરિવહન સેવાની ટિકિટ ઓનલાઈન કરી શકશો બુક

Vivek Radadiya

આ રાજ્યે વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવી..

Kuldip Sheldaiya

1 comment

Comments are closed.