Abhayam News
Abhayam

ખેતરમાં જ ગોવા જેવી મહેફિલ!

Feast like Goa in the field!

 ખેતરમાં જ ગોવા જેવી મહેફિલ! વડોદરા સહિત જિલ્લામાં થર્ટી ફસ્ટને લઇ અવાર નવાર પ્રોહીબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ગત રોડ પાદરા પોલીસ માથાકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પાદરાના સાધી થી સાદડ ગામ તરફ જવાના રસ્તે ખેતરમાં ઈંગ્લીશ દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. જેમાં પોલીસે 14 ઈસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Feast like Goa in the field!

બાતમીના આધારે રેડ કરી
આ અંગે પાદરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, પાદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે,પાદરાના સાધી થી સાદડ ગામ તરફ જવાના રસ્તા ઉપર જવાહર નવોદય વિધાલય પાસે આવેલ સુરેશભાઈ પ્રભુભાઈ માળી (રહે, શારદા હાઇસ્કુલ પાસે, પાદરા ટાઉન તા.પાદરા જી.વડોદશ)ના ખેતરમાં કેટલાક ઇસમો ઇંગ્લીંશ દારૂની મહેફીલ માણી રહ્યા છે. જેના આધારે પાદરા પોલીસ સ્ટાફ અને બાતમીદારો સાથે ખાનગી વાહનમાં નીકળી સાધી ગામની સીમમાં આવેલ જવાહર નવોદય વિધાલય પાસે આવી પંચોના માણસોને સાથે રાખી રેડ કરી હતી.

Feast like Goa in the field!

ખેતરમાં જ ગોવા જેવી મહેફિલ!

ખેતરમાં કોર્ડન કરી 14 દારૂડિયા ઝડપી પાડ્યા

ખેતરમાં કેટલાક ઈસમો લાઈટનાં અજવાળે ઈગ્લીશ દારૂની મહેફીલ માણતા હતા. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ખેતરને કોર્ડન કરી દારૂની મહેફિલ માણતા 14 ઈસમોને ઝડપી પાડી તેઓની પાસેથી ઈગ્લીશ દારૂની બોટલો તથા ઠંડા પાણી તેમજ પીણાની બોટલો તથા ગ્લાસ ઝડપી પાડ્યા હતા. કેટલાક શખ્શો દારૂનાં નશામાં ચકચૂર થઈ લથડીયા ખાતા પોલીસ સામે રોફ જમાવતા હતા. તો કેટલાક લોકો ભાગવાની કોશિષ કરતા પાદરા પોલીસે તમામ લોકો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Feast like Goa in the field!

ઝડપાયેલા ઈસમોના નામ

  • કિશનભાઈ જગદિશભાઇ માળી
  •  પકંજકુમાર રમણભાઇ પ્રજાપતિ
  • વિનોદભાઈ ચંદુભાઈ ચૌહાણ
  • રયજીભાઈ સોમાભાઈ વસાવા
  • શૈલેષભાઈ ચંદુભાઈ ચૌહાણ
  • અંકિતકુમાર રમેશભાઈ પઢીયાર
  • અરવિંદભાઈ ચંદુભાઈ ચૌહાણ ( તમામ રહે, અંકોડીયા ગામ, તા વડોદરા, વડોદરા) 
  • કાર્તિકભાઇ સંતોકભાઈ માળી
  • મુકેશભાઈ રમણભાઈ માળી( રહે,સાધી ,તા. પાદરા, વડોદરા)
  • મહેશભાઈ કનુભાઈ માળી( રહે વારસિયા રિંગ રોડ, વડોદરા શહેર)
  •  મુકેશભાઈ વજેસિંહ પઢીયાર( રહે, વડું, તા.પાદરા, વડોદરા)
  • ચંદ્રેશભાઈ રમણભાઈ રાવળ ( રહે મકાન નં.76, નરેન્દ્રનગર સોસાયટી, હરણી-વારસીયા, વડોદરા શહેર)
  • અજીતભાઈ જગદિશભાઇ પઢીયાર
  • અજયભાઇ કનુભાઈ માળી ( બંને રહે પાદરા ટાઉન, પાદરા વડોદરા) ને ઝડપી પાદરા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ધારીના છતડિયા ગામના ખેડૂતનો આપઘાત

Vivek Radadiya

WHO માં કેવી રીતે મળે છે નોકરી

Vivek Radadiya

‘રાણીબા’ને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

Vivek Radadiya