Abhayam News
AbhayamNews

કોરોનાના નવા વાયરસ વિશે સુરત કમિશ્નરે આપેલી આ માહિતી અચૂક જાણો, નહિંતર થઈ શકે છે મોટું નુકસાન

નવા કોરોના વાયરસને લઈ સુરત મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ ઓડિયો સંદેશ આપીને લોકોને કોરોનાના નવા વિશે માહિતી આપી છે એ જાણવા જેવી છે. બંધાનિધી પાનીએ આ મેસેજમાં કહ્યું છે કે, નવા વાયરસનો સ્ટ્રેન ખૂબ જ ચેપી છે અને અગાઉના વાયરસ કરતાં વધારે ચેપી હોવાથી આ વાયરસ ઝડપથી ફેફસામાં પ્રવેશે છે.

સુરતઃ સુરત (Surat)માં કોરોનાના કેસોમાં (Corona cases) જોરદાર ઉછાળો આવ્યો છે અને કોરોનાના નવા વાયરસના (New virus of Corona) કારણે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે  સુરત મનપા કમિશ્નર બંછાનિધી પાની (SMC commissioner  Banchhanidhi Pani) એ ઓડિયો સંદેશ આપીને લોકોને કોરોનાના નવા વિશે માહિતી આપી છે એ જાણવા જેવી છે.


બંધાનિધી પાની(Banchhanidhi Pani)એ આ મેસેજમાં કહ્યું છે કે, નવા વાયરસનો સ્ટ્રેન (corona New Strain) ખૂબ જ ચેપી છે અને અગાઉના વાયરસ કરતાં વધારે ચેપી હોવાથી આ વાયરસ ઝડપથી ફેફસામાં પ્રવેશે છે. આ વાયરસનાં લક્ષણો દેખાતા નથી પણ પોઝિટીવ થતાં હોય છે, તેના કારણે સાંધામાં દુઃખાવો (જોઈન્ટ પેઈન), નબળાઈ  (વીકનેસ) જમવામાં ઈચ્છા ન થવી વગેરે તેનાં લક્ષણો હોય છે પહેલાં પાંચથી સાત દિવસમાં ન્યુમોનિયા (Pneumonia) થતો હતો પણ નવા વાયરસના કારણે અત્યારે ઓછા દિવસમાં થાય છે. આ માહિતી બહુ મહત્વની છે અને તે નહીં જાણવાથી નુકસાન થઈ શકે છે. કોરોના થયો હોય ને ખબર ના પડે એવી જોખમી સ્થિતી સર્જાઈ શકે છે.


તેમણે કહ્યું કે, આ નવા વાયરસનો સ્ટ્રેન (corona New Strain) છે અગાઉના સ્ટ્રેન હતા એના કરતાં ખૂબ વધારે ચેપી છે અને ખૂબ વધારે અલગ અલગ સમયે મલ્ટિપ્લાય થતો હોવાથી વાયરસ અત્યારે ઝડપથી લંગ્સ (ફેફસાં)ની અંદર પ્રવેશી શકે છે અને લંગમાં ન્યુમોનિયા કરી શકે છે. આ વાયરસનાં પણ અગાઉના વાયરસથી લક્ષણ જુદાં છે. કફ અને ફિવર ના હોય એવા દર્દી પણ આ વાયરસના કારણે  કોવિડ પોઝિટિવ થતા હોય છે. જો કે ચેતવા જેવી વાત છે કે, કોવિડ પોઝિટિવ હોવા છતાં આ દર્દીઓ  રેપિડ ટેસ્ટમાં નેગેટિવ પણ આવી શકે છે.  

સાંધામાં દુઃખાવો (જોઈન્ટ પેઈન), નબળાઈ  (વીકનેસ) જમવામાં ઈચ્છા ન થવી વગેરે બાબતો શરીરને અંદરો અંદર નુકસાન કરીને ન્યુમોનિયા કરી શકે છે. ન્યુમોનિયામાં શરીરની સ્થિતિ ખરાબ થાય છે. આ વાયરસના કારણે ન્યુમોનિયા પણ ઝડપથી થાય છે. પહેલા પાંચથી સાત દિવસમાં નિમોનિયા થતાં હતા અત્યારે ઓછામાં ઓછા સમયમાં ન્યુમોનિયા થઈ જાય છે.

તેમણે કહ્યું કે, વેક્સીન સુરક્ષિત છે અને  વેક્સિનથી હોસ્પિટલાઈઝેશનનું જોખમ ઓછું થાય છે એટલે મારી તમામને વિનંતી છે કે જેટલા લોકો એલિજિબલ છે એ તમામ વેક્સિન અચૂક લે.  તમામ પ્રિકોશન્સ અત્યારે સંક્રમણના સમયે છે જરૂરી છે એ તમામ પ્રિકોશન્સ લેવા વિનંતી છે.

Related posts

માવઠાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી

Vivek Radadiya

મોદી સરકારે ભંગાર વેચીને  રૂ. 1,163 કરોડની કમાણી કરી

Vivek Radadiya

ખીચડી 2નું ટ્રેલર જોઈ નહીં રોકી શકો હસવાનું

Vivek Radadiya

4 comments

Comments are closed.