Abhayam News
AbhayamSports

કાંગારુઓ સામે જાયન્ટ કિલરની હાર

કાંગારુઓ સામે જાયન્ટ કિલરની હાર આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ મેચ યોજાઈ હતી. અફઘાનિસ્તાનની ટીમે 292 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે શરુઆતમાં કાંગારુ ટીમ ધરાશાઈ થઈ હતી.એક સમયે 20મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 98/7 હતો. ભારતના જમાઈ એવા મેક્સવેલે ઐતિહાસિક ડબલ સેન્ચુરી ફટકારીને અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી.

કાંગારુઓ સામે જાયન્ટ કિલરની હાર

વનડે વર્લ્ડ કપ 2023ની 39મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 291 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે 293 રન બનાવી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે કાંગારૂ ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ છે.

હવે ચોથા સ્થાન માટે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 291 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે 293 રન બનાવી મેચ જીતી લીધી હતી. વર્લ્ડ કપમાં જાયન્ટ કિલર બનીને આવેલી અફઘાનિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે પણ જીતની નજીક હતી. એક સમયે 20મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 98/7 રન હતો. ત્યાં જ મેક્વસેલે ઐતિહાસિક ડબલ સેન્ચુરી ફટકારીને ઓસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવી હતી.

મેક્સવેલની ધમાકેદાર ઈનિંગની ખાસ વાતો

  • વનડેની સૌથી સફળ રન ચેઝમાં બેસ્ટ ઈનિંગ – 201* ગ્લેન મેક્સવેલ
  • તેના કરિયરની બેસ્ટ સ્કોર, રન ચેઝમાં બેસ્ટ ઈનિંગ
  • વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર
  • કમિંસ અને મેક્સવેલ વચ્ચે 202 રનની પાર્ટનરશિપ થઈ

વર્લ્ડ કપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

  • 237* – માર્ટિન ગુપ્ટિલ (NZ) vs WI, વેલિંગ્ટન, 2015
  • 215 – ક્રિસ ગેલ (WI) vs ZIM, કેનબેરા, 2015
  • 201* – ગ્લેન મેક્સવેલ (AUS) vs AFG, મુંબઈ WS, 2023
  • 188* – ગેરી કર્સ્ટન (SA) vs UAE, રાવલપિંડી, 1996
  • 183 – સૌરવ ગાંગુલી (IND) vs SL, ટોન્ટન, 1999

ODI રન-ચેઝમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

  • 201* – ગ્લેન મેક્સવેલ (AUS) vs AFG, મુંબઈ WS, 2023 WC
  • 193 – ફખર ઝમાન (PAK) vs SA, જોહાનિસબર્ગ, 2021
  • 185* – શેન વોટસન (AUS) vs BAN, મીરપુર, 2011
  • 183* – એમએસ ધોની (IND) vs એસએલ, જયપુર, 2005
  • 183 – વિરાટ કોહલી (IND) vs PAK, મીરપુર, 2012

વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા

  • 49 – ક્રિસ ગેલ
  • 45 – રોહિત શર્મા
  • 43 – ગ્લેન મેક્સવેલ
  • 37 – એબી ડી વિલિયર્સ
  • 37 – ડેવિડ વોર્નર

ઑસ્ટ્રેલિયા માટે ODIમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર

  • 201* – ગ્લેન મેક્સવેલ vs  AFG, મુંબઈ WS, 2023 WC
  • 185* – શેન વોટસન vs BAN, મીરપુર, 2011
  • 181* – મેથ્યુ હેડન vs NZ, હેમિલ્ટન, 2007
  • 179 – ડેવિડ વોર્નર vs PAK, એડિલેડ, 2017
  • 178 – ડેવિડ વોર્નર vs AFG, પર્થ, 2015 WC

ODIમાં સૌથી ઝડપી બેવડી સદી (બોલ દ્વારા)

  • 126 – ઇશાન કિશન (IND) vs BAN, ચટ્ટોગ્રામ, 2022
  • 128 – ગ્લેન મેક્સવેલ (AUS) vs AFG, મુંબઈ WS, 2023
  • 138 – ક્રિસ ગેલ (WI) vs ZIM, કેનબેરા, 2023

વન-ડેમાં ઓપનર સિવાયનો સર્વોચ્ચ સ્કોર

  • 201* – ગ્લેન મેક્સવેલ (AUS) vs AFG, મુંબઈ WS, 2023 WC
  • 194* – ચાર્લ્સ કોવેન્ટ્રી (ZIM) vs BAN, બુલાવાયો, 2009
  • 189* – વિવ રિચાર્ડ્સ (WI) vs ENG, માન્ચેસ્ટર, 1984
  • 185 – ફાફ ડુ પ્લેસિસ (SA) vs SL, કેપ ટાઉન, 2017

અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝદરાને સૌથી વધુ અણનમ 129 રન બનાવ્યા હતા. રાશિદ ખાએ 35 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડે બે વિકેટ ઝડપી હતી. મિચેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલ અને એડમ ઝમ્પાને એક-એક વિકેટ મળી હતી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલે એકલાએ અણનમ 201 રન બનાવ્યા હતા. મિચેલ માર્શે 24 રનની ઇનિંગ રમી હતી.

અફઘાનિસ્તાન તરફથી નવીન ઉલ હક, અઝમતુલ્લા ઓમરઝાઈ અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી હતી.ઓસ્ટ્રેલિયાએ 91 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મેક્સવેલે પેટ કમિન્સ સાથે 202 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. આ વર્લ્ડ કપની આ પ્રથમ બેવડી સદી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

AAPને ચંદીગઢ પાલિકાની પહેલીવાર ચૂંટણી 14 સીટ મળી, BJPને 8 જ સીટ મળી…

Abhayam

જૈન દેરાસરમાંથી દાનપેટી ચોરનાર દાનવીર ચોરની પોલીસે કરી ધરપકડ

Vivek Radadiya

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ફોન પર કહેવાયુ ભાજપમાં આવી જાવ તમારી અનેક લોન ચાલે છે,એ ભરી દઈશું…

Abhayam

2 comments

Comments are closed.