જૂનાગઢમાં જુના વાહન વેચવામાં આવે છે. અહીં મોટું માર્કેટ છે. લોકોને સસ્તા ભાવે બાઇક મળી રહે છે. લોકો બજેટની ચિંતા કર્યા વિના અહીંથી બાઇક ખરીદ શકે છે.
શું તમે પણ તમારા બજેટમાં બાઈક લેવા માંગો છો?
જૂનાગઢ: શું તમે પણ તમારા બજેટમાં બાઈક લેવા માંગો છો? તમે પણ તમારું બજેટમાં મુંજાઈ રહ્યા છો? તો જૂનાગઢમાં બાઈક લેવા માટે શહેરનો ચિત્તાખાના ચોક વિસ્તાર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે અનેક ડીલરો અહી ઉપલબ્ધ છે.

અહીઁ તમે 10 હજારથી લઈને 1 લાખ સુધી બાઈક ઉપલબ્ધ છે.
અહીં સ્પ્લેન્ડર, સાઈન, સીડી ડીલકસ, એચએફ ડીલક્ષ સહિત અનેક સારી અને સચવાયેલી ગાડી ઉપલબ્ધ છે.
ઓછી વપરાયેલી ગાડી અને 50 થી 60 હજાર કિમી ચાલેલી ગાડી 10 હજાર સુધીની કિંમત નક્કી કરવામાં આવે છે.
જે પણ લોકો ગાડી વેંચવા માટે આવે ત્યારે આ ગાડી ચેક કરવામાં આવે છે. એન્જિન સહિતની બાબતો પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

આપને બુલેટ લેવાની ઈચ્છા
હાલનું 1 થી 2 વર્ષ જૂનું એટલે કે 2022 ના સાલની સાચવેલી ગાડીની કિંમત 70 હજાર સુધીની અંકાઈ છે. 2017-18 નું મોડેલની ગાડી 30 થી 35 હજાર કિમી ચાલેલી હોય છે, તે ગાડીની કિંમત 30 થી 40 હજાર સુધી અંકાતી હોય છે.
જો આપને 25 થી 30 હજાર સુધી ગાડી જોઈતી હોય તો 2012, 13,14 ની સાલની ગાડી મળી શકે છે. આપને બુલેટ લેવાની ઈચ્છા છે, તો આપને 1.5 લાખ થી 2 લાખ સુધી તે પણ આપને મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…