Abhayam News
AbhayamGujaratPolitics

આણંદમાંથી ઝડપાયો પાકિસ્તાનનો જાસૂસ: 1999થી લાભશંકર બનીને ગુજરાતમાં રહેતો, ATSએ નજર રાખીને ઝડપ્યો તો થયો મોટો ખુલાસો

ગુજરાત ATSએ આણંદમાંથી પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ, મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પાકિસ્તાનમાં મોકલતો ગુપ્ત માહિતી

  • ગુજરાત ATSએ પાકિસ્તાની જાસૂસ ઝડપ્યો
  • આણંદથી જાસૂસની કરાઈ ધરપકડ
  • ગુપ્ત માહિતી મોકલતો હતો પાકિસ્તાન 

Anti-Terrorism Squad)ને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ આણંદ જિલ્લામાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. જે બાદ તેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પાકિસ્તાની જાસૂસ 1999થી ગુજરાતમાં રહેતો હોવાનો અને ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હોવાનું સામે આવ્યું છે. તે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પાકિસ્તાનમાં માહિતી મોકલતો હતો.

1999માં પત્ની સાથે આવ્યો હતો ભારત
મળતી માહિતી અનુસાર, ગુજરાત ATSની ટીમે આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી પાકિસ્તાની જાસૂસ લાભશંકર મહેશ્વરીને ઝડપી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૂળ પાકિસ્તાની લાભશંકર મહેશ્વરી 1999માં પત્ની સાથે ભારત આવ્યો હતો. તે શરૂઆતમાં તારાપુરમાં તેના સાસરિયામાં રહેતો હતો. જે બાદ તેણે લાંબા સમય સુધી વિઝા માટે એપ્લાય કરવાનું ચાલું રાખ્યું હતું

1999માં પત્ની સાથે આવ્યો હતો ભારત
મળતી માહિતી અનુસાર, ગુજરાત ATSની ટીમે આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી પાકિસ્તાની જાસૂસ લાભશંકર મહેશ્વરીને ઝડપી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૂળ પાકિસ્તાની લાભશંકર મહેશ્વરી 1999માં પત્ની સાથે ભારત આવ્યો હતો. તે શરૂઆતમાં તારાપુરમાં તેના સાસરિયામાં રહેતો હતો. જે બાદ તેણે લાંબા સમય સુધી વિઝા માટે એપ્લાય કરવાનું ચાલું રાખ્યું હતું. 

2006માં આપવામાં આવી હતી નાગરિકતા 
તારાપુરમાં તેણે સાસરિયાઓની મદદથી કરિયાણાની દુકાન શરૂ કરી હતી. જે બાદ તેને 2006માં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. એવું પણ સામે આવ્યું છે કે તે ગત વર્ષે પાકિસ્તાન માતા-પિતાને મળવા ગયો હતો. માનવામાં એવું પણ આવે છે કે તે ત્યારથી જ તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે વાતચીત કરી રહ્યો છે. જરાત ATSને ઘણા સમયથી તેના પર શંકા હતી.

ATS રાખી રહી હતી નજર
સેન્ટ્રલ એજન્સી તરફથી વિગતો મળ્યા બાદ આ શખ્સ પર નજર રાખી રહી હતી. જાસૂસ ટેક્નોલોજીથી ડિફેન્સના કર્મચારીઓની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. આ માહિતી આપવાના બદલામાં તેને મોટી રકમ મળતી હોવાનું ATSને જાણવા મળ્યું છે. હાલ જાસૂસને ATSની કસ્ટડીમાં લઈ લેવાયો છે અને ઉલટ તપાસ ચાલુ કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અંતરીક્ષમાંથી પણ દેખાશે કચ્છનો નવો ગ્રીન એનર્જી પાર્ક

Vivek Radadiya

‘નકલી અધિકારીઓના કેસમાં 50 ટકા આરોપી પાટીદાર યુવાનો’ 

Vivek Radadiya

થર્ટી ફર્સ્ટ પહેલા 45 લાખનો દારુ ભરેલી ટ્રક ઝડપાઈ

Vivek Radadiya