Abhayam News
Abhayam

ગુજરાત એસ.ટી.ના ફિક્સ પગારદારોની દિવાળી સુધરી, 30 ટકાનો વધારો મળશે

bus station

ગુજરાત એસ.ટી.ના ફિક્સ પગારદારોની દિવાળી સુધરી, 30 ટકાનો વધારો મળશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.  

ગુજરાત એસ.ટી.ના ફિક્સ પગારદારોની દિવાળી સુધરી, 30 ટકાનો વધારો મળશે

આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.

આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી નિગમના અધિકારીશ્રીઓ જોડાયા હતા. 

આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.

જેતરમાં જ એસટી નિગમને મળી છે 40 નવી બસો, UPIની સુવિધા પણ છે….

રાજ્યમાં વધુ એક નવી એસટી બસનો લૉટ એસટી નિગમને મળ્યો છે, આજે એસટી નિગમને વધુ 40 નવી બસ મળી છે. આ તમામ બસો 2 × 2 છે, આની જાહેર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. ખાસ વાત છે કે આ સાથે એસટી બસમાં નવા 2 હજાર UPI મશીન પણ આપવામાં આવ્યા છે, જેની મદદથી મુસાફરો UPI પેમેન્ટ કરી શકશે

. માહિતી પ્રમાણે, ગુજરાત રાજ્ય એસટી નિગમને આજથી નવી 40 બસો મળી છે. એસટી નિગમને વધુ 40 બસો મળી છે, જેના માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી દીધી છે. એસટી નિગમ દ્વારા આ બસો 2 × 2 ફોર્મેટમાં બનાવવામાં આવી છે. નવી મળેલી આ 40 બસ પૈકી અમદાવાદને 15 બસો અને મહેસાણાને 7 બસ ફાળવાઇ છે,

આ ઉપરાંત બરોડાને 10 બસો, ગોધરાને 6 બસો અને ભરૂચ ડેપોને 2 બસો ફાળવવામાં આવી છે. નવી બસોની સાથે સાથે UPI સિસ્ટમને પણ અમલી બનાવવામાં આવી છે. UPIથી એસટી બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે.

એસટી બસની અંદર હવે મુસાફર અને કન્ડક્ટર વચ્ચે છુટ્ટા પૈસા માટે માથાકૂટ નહીં થાય, એસટી નિગમને આજે 2 હજાર UPI મશીન ફાળવવામાં આવ્યા છે. ઓનલાઇન પેમેન્ટથી એસટી બસમાં ટિકીટ ખરીદવાની સુવિધા આજથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ આજથી 40 નવી 2 × 2 બસ એસટી વિભાગમાં સામેલ કરવામાં આવી છે.

આવનારા એક વર્ષમાં વધુ નવી 2 હજાર બસ એસટી નિગમમાં સામેલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. 40 નવી બસના લોકાર્પણ અને UPIથી ટિકિટ ખરીદવાનો પ્રારંભ કરાવતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલા એક વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં નવી બસો એસટી વિભાગમાં સામેલ થઈ છે.

ગુજરાતના મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આવનારા એક વર્ષમાં બીજી નવી 2 હજાર બસો લાવવામાં આવશે. ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમ સફળતા મળશે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે. નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. સીધું ઓનલાઈન UPI ના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ફોરેસ્ટ અધિકારી(ભુપતભાઈ સાવલિયા) અને શિક્ષક(નીમાબેન સાવલિયા) દ્વારા માનવતાનું ઉદાહરણ…

Abhayam

એક સમયે બીજાના ઘરમાં કામ કરનાર આ માલધારી મહિલાનું વડાપ્રધાને કર્યું સન્માન

Vivek Radadiya

સૌરવ ગાંગુલી અને નીતા અંબાણી વચ્ચે થઈ જોરદાર ટક્કર

Vivek Radadiya