Abhayam News
AbhayamNews

સંચાલકોની માંગ:-કોચિંગ કલાસ પણ શરૂ કરવાની છૂટ આપવા..

અમદાવાદ : કોરોનાને લઈને રાજ્યભરમાં કોચિંગ કલાસીસો ઘણા સમયથી બંધ છે ત્યારે કોચિંગ કલાસીસોના સંચાલકોએ સરકાર સમક્ષ કલાસીસો ખોલવાની છુટ આપવા ઉગ્ર માંગ કરી છે. આવતીકાલે દરેક જિલ્લામાં કલેકટરને જે તે જિલ્લાના કોચિગ કલાસીસ સંચાલકો આવેદનપત્ર આપશે.

ધાર્મિક સ્થાનો,જીમ,બગીચાઓ પણ ખોલી દેવાયા હોવાથી હવે

દરેક જિલ્લાના સંચાલકો આજે કલેકટરને આવેદન આપશે

કોરોનાની પ્રથમ લહેરની શરૂઆત બાદ સ્કૂલો સાથે રાજ્યમા તમામ કોચિંગ કલાસીસો પણ બંધ કરી દેવાયા હતા અને પ્રથ મ અનલોકની શરૂઆતમાં જાન્યુઆરીમંાં ધો.10-12ની સ્કૂલો શરૂ કરાયા બાદ છેલ્લે ફેબુ્રઆરીમાં કલાસીસો શરૂ કરવાની છુટ સરકારે આપી હતી. હજુ તો માંડ કલાસીસો શરૂ થાય  ત્યા એક મહિના બાદ ફરીથી બીજી લહેર શરૂ થતા ફરીથી સ્કૂલો-કોેલેજો સાથે તમામ કલાસીસો પણ બંધ કરી દેવાયા હતા.

કલાસીસો બંધ હોવાથી લાખો શિક્ષકો-સ્ટાફને આર્થિક સ્થિતિ પર ગંભીર અસર થઈ છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ રાષ્ટ્રીય પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું કોચિંગ પણ બગડી રહ્યુ છે.

આમ લગભગ 15 મહિનાથી કોચિંગ કલાસીસો બંધ હોઈ કલાસીસોના સંચાલકોના મંડળે સરકારને હવે કલાસીસો શરૂ કરી દેવાની ઉગ્ર માંગ કરી છે. અત્યાર સુધી સરકાર સમક્ષ જુદી જુદી રીતે અનેક રજૂઆતો કરી છે પરંતુ સરકાર તરફથી છુટ ન મળતા આવતીકાલે રાજયમાં દરેક જિલ્લામાં જે તે જિલ્લાના કોચિંગ કલાસીસ સંચાલકો કલેકટરને આવેદનપત્ર પણ આપશે. 

હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઘણી સુધરી ગઈ છે ત્યારે કલાસીસો શરૂ કરવામા આવે. સ્કૂલોમાં એક સાથે ઘણા વિદ્યાર્થીઓ હોય છે પરંતુ કલાસીસોમાં ઓછા વિદ્યાર્થી સાથે પુરતુ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય છે.જેથી કલાસીસો ખોલવામા આવે અને પ્રોપર્ટી ટેક્સ-વીજ બીલમાં રાહત આપવામા આવે.

રાજ્યભરના કલાસીસના એસો. એવા ફેડરેશન ઓફ એકેડમિક એસો.ના દ્વારા ફરિયાદ ઉઠાવવામા આવી છે કે હવે રાજ્યમાં તમામ દુકાનો-વેપારં-ંધધા, બસો, ધાર્મિક સ્થાનો,જીમ, બગીચા સહિત તમામ પ્રવૃત્તિઓ શરૂ કરી દેવાઈ છે તો કલાસીસો પણ શરૂ કરી દેવામા આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આવી ગયુ ‘સામ બહાદુર’નું પાવરફુલ ટ્રેલર

Vivek Radadiya

આમ આદમી પાર્ટીના ઈટાલીયા-ઈશુદાન સહિત 64 કાર્યકર્તા 10 દિવસથી જેલમા બંધ…..

Abhayam

હેરફેર કરી સિમેન્ટ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું

Vivek Radadiya