Abhayam News
Abhayam

હેરફેર કરી સિમેન્ટ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું

Scam of selling cement by manipulation accelerated

હેરફેર કરી સિમેન્ટ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શંકાસ્પદ સીમેન્ટનો જથ્થો કબ્જે કર્યો છે. 14,00,૦૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી ભરૂચ એસ.ઓ.જી.એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શંકાસ્પદ સીમેન્ટનો જથ્થો કબ્જે કર્યો છે. 14,00,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી ભરૂચ એસ.ઓ.જી.એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાહનમાંથી 500 બેગ સિમેન્ટ મળી આવી હતી જેના બિલ કે માલિકી પુરવાર કરતા કોઈ દસ્તાવેજ મળી આવ્યા ન હતા.

Scam of selling cement by manipulation accelerated

હેરફેર કરી સિમેન્ટ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.તડવીએ પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સક્રિય ભૂમિકા હાથ ધરી છે.

બાતમી આધારે ખાપર નંદુરબાર (મહારાષ્ટ્ર) ખાતેથી ટાટા ટ્રક નંબર GJ-17-XX-1890માં વગર બીલ- બિલ્ટીની શંકાસ્પદ સીમેન્ટની બેગો ચૌટા બજાર અંકલેશ્વર ખાતે આવનાર છે જે માહિતી આધારે વોચમાં રહેતા બાતમી મુજબની ટાટા ટ્રક નં- GJ-17-XX-1890 આવતા તેને રોકી ચેક કરતા તેમા અલ્ટ્રાટેક સીમેન્ટની બેગ નંગ-500 મળી આવી હતી. આ સિમેન્ટ અંગે અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીની બેગોના ખરીદ બીલ કે આધાર પુરાવા બાબતે પુછતા સંતોષકારક જવાબ મળ્યો હતો નહી.

અલ્ટ્રાટેક સીમેન્ટની બેગ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનુ પ્રથમ દ્રષ્ટ્રીએ જણાઇ આવતા સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ તેમજ સદર ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરવામા આવેલ અને આગળની વધુ તપાસ એસ.ઓ.જી. ભરૂચ દ્વારા કરવામાં આવી રહેલ છે. પોલીસે સિમેન્ટ અને ટેમ્પો મળી કુલ કિંમત રૂપિયા 14,00,000 નો મુદ્દામાલ કબ્જે કરી મુઝાહિદહુશેન ગુલામહુશેન મકરાણી ઉ.વ.૩૨ રહેવાસી રાજમોઇ બડી, તા.અકકલકુવા, જિ.નંદુરબાર (મહારાષ્ટ્ર)ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરી તથા પો.ઇન્સ. એમ.વી.તડવી સાથે હે.કો.રવિન્દ્રભાઇ નુરજીભાઇ, હે.કો.શૈલેષભાઇ ઇશ્વરભાઇ, પો.કો.સુરેશભાઇ રામસીંગભાઇ ,પો.કો.મો.ગુફરાન મો.આરીફ તથા પો.કો.તનવીર મહમદફારૂકએ જહેમત ઉઠાવી હતી.

ભરૂચ પોલીસે મેગા કોમ્બિંગ પણ યોજ્યું હતું

ભરૂચ પોલીસે નાતાલ અને 31 ડિસેમ્બર પૂર્વે અગમચેતીના ભાગરૂપે મેગા કોમ્બિંગ કર્યું હતું. પોલીસે 50 થી વધુ અધિકારીઓ અને 250 આસપાસ કર્મચારીઓ દ્વારા જિલ્લાના અલગ – અલગ વિસ્તારોને ધમરોળ્યા હતા. આ મામલે ઘણા લોકો સામે કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીનુ નેટવર્થ જાણીને રહી જશો હેરાન

Vivek Radadiya

ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થી મળશે જાણો શું થઇ કેબીનેટની મીટીગ માં રજૂઆત.

Abhayam

વિજયાદશમીના પર્વ પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Vivek Radadiya