Abhayam News
AbhayamNews

સુરતમાં ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ કોરાણે મૂકાયું, માસ્ક વગર કાર્યકરોના ટોળા દેખાયા…

કોરોના સંક્રમણની પહેલી લહેર બાદ બીજી લહેર દરમિયાન નેતાઓ જે રીતે જાહેર સભા, પ્રચાર કર્યા હતાં. તેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત કરવામાં આવી હતી. જે કોરોના સંક્રમણ ફેલાવવા માટે કેટલાક મહત્વના કારણો પૈકી ની એક માનવામાં આવે છે. હજી તો મીની લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. ત્યાં ફરીથી જો નેતાઓ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરશે. તો બીજી લહેરમાં ફરી એક વખત શહેરને સંકટમાં મૂકી દેશે. રાજકીય પક્ષના નેતાઓએ પોતાની જવાબદારી સમજીને જાહેર કાર્યક્રમોનું આયોજન કરવું ટાળવું જોઈએ. જેથી કરીને કોરોના સંક્રમણ સામે મુશ્કેલી ઊભી ના થાય.


સુરતમાં સચિન વોર્ડ આભવા વોર્ડ નંબર 30માં યુવા મોરચા દ્વારા કરાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતાં. જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં નહોતું આવ્યું. સાથે સાથે માસ પહેરેલા પણ કોઈ કાર્યકર કે નેતાઓ જોવા ન મળ્યા,તે ખૂબ જ ગંભીર બાબત છે. યુવા મોરચા દ્વારા સ્વાગત કાર્યક્રમમાં ભીડ એકત્ર થઈ હતી. યુવા મોરચાના કાર્યકર્તાઓ જાણે કોરાના ભૂલી ગયા હોય તે રીતે એકત્રિત થઈ ગયા હતાં.

રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નીતિઓમાં થોડી છૂટછાટ આપતાની સાથે જ ફરી એકવાર નેતાઓ પોતાના કાર્યક્રમો આપવાના શરૂ કરી દીધા હોય તેવું લાગે છે. કોરોના સંક્રમણ માટે ભીડ એકત્રિત થવું જોખમકારક હોવા છતાં પણ નેતાઓ પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે આ પ્રકારની લાપરવાહી વર્તતા હોય છે. ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકરોએ લોકોના ટોળાં માસ્ક વગર એકત્રિત કરીને નિયમોના ધજાગરા ઉડાવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જેતપુરઃ ભારતના બંધારણના ઘડવૈયા’ડો. આંબેડકર’ સ્ટેચ્યૂ અંધારામાં….

Abhayam

માસ પ્રમોશનની શરૂ થઈ માથાકુટો વાંચો સંપૂર્ણ ખબર…

Abhayam

આ યુનિવર્સિટીનો કર્યો નિર્ણય:-પરીક્ષા આપવી છે તો પહેલા વેક્સીન લેવી જ પડશે..

Abhayam